Tiranga Yatra LIVE: પીએમ મોદીના માતા હિરાબાએ બાળકો સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
સૌરાષ્ટ્રના સૌથી મોટા બિલ્ડીંગ પર સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યો છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર દ્વારા 13થી15 ઓગસ્ટ સુધી દેશભરમાં હરઘર તિરંગા અભિયાન એલાન કરવામાં આવ્યું છે.
આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજ તાલુકાના સુખપર ગામના સ્વામિનારાયણની શંખયોગી બહેનો દ્વારા યોજવામાં આવી તિરંગા રેલી. સુખપર ગામના બહેનો તિરંગા યાત્રામાં જોડાયા હતા. સુખપર સ્વામિનારાયણ મંદિરથી નીકળી તિરંગા યાત્રા.
રાજકોટના ઘંટેશ્વર SDRFની ટિમ દ્રારા દિલધડક રીતે રાષ્ટ્રીધ્વજ લહેરવામાં આવ્યો. આજી ડેમમાં ધુધવાતા અને કડકાળતા ઠંડા પાણીમાં જવાનો ઉતરી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો. જવાનો 20 ફૂટ કરતા ઊંડા પાણીમાં ઉતરી દેશભક્તિના રંગ બતાવ્યા. SDRF જવાનો દ્રારા બોટમાં તિરંગા લહેરાવી અવનવા કરતબો બતાવ્યા હતા.
ઘંટેશ્વર એસઆરપી કેમ્પના જવાનોમાં જબરજસ્ત દિલધડક કરતબો કર્યા.
75માં આઝાદી અમૃત મહોત્સવ હેઠળ સી.આર.પાટીલ અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપશે. મોટેરા સ્થિત સ્વસ્તિક શિક્ષણ સંકુલના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ હાજર રહેશે. 421 ફૂટ લંબાઈ અને 6 ફૂટ પહોળા તિરંગા સાથે વિદ્યાર્થીઓ યાત્રા કાઢશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ યાત્રાને પ્રસ્થાન કરાવશે.
વલસાડ જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ઉત્સાહનો માહોલ છે. વાપીમાં નાણામંત્રીના હસ્તે જિલ્લાનો સૌથી ઉંચો તિરંગો ફરકાવશે. નાણામંત્રી કનુ દેસાઈ 100 ફૂટ ઊંચા તિરંગા ફરકાવશે. વરસતા વરસાદમાં અસંખ્ય લોકો જોડાયા હતા. વરસતા વરસાદમાં પોલીસ જવાનો અને લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વાપીની બજારમાં ભવ્ય રંગારંગ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે મંત્રી વીનું મોરડીયા દ્વારા મહા તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મંત્રી વીનુ મોરડીયા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા સુરતના કતારગામ અનાથ આશ્રમથી નીકળી પાટીદાર સમાજ વાડી આર્મી ટેન્ક સુધી પહોંચશે. આ યાત્રામાં 40 હજાર જેટલા લોકો જોડાશે. હીરા ફેક્ટરીના રત્નકલાકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા.
બ્રેકગ્રાઉન્ડ
Tiranga Yatra: સૌરાષ્ટ્રના સૌથી મોટા બિલ્ડીંગ પર સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યો છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર દ્વારા 13 થી 15 ઓગસ્ટ સુધી દેશભરમાં હરઘર તિરંગા અભિયાન એલાન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રનો સૌથી લાંબો તિરંગો રાજકોટના નાના મવા રોડ પર લગાડવામાં આવ્યો છે. શહેરના નાના મવા ચોક સ્થિત આવેલ સિલ્વર હાઈટ્સ સોસાયટી દ્વારા 250 ફૂટ લાંબો તિરંગો 22 માળ ઉંચેથી લગાડવામાં આવ્યો છે. 1 કિલોમીટર દૂરથી 150 ફૂટ રિંગ રોડ પર કોઈ પસાર થાય તો તેમને પણ આ તિરંગો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, રાજકોટનું સૌથી ઊંચું બિલ્ડીંગ એ રાજકોટની સિલ્વર હાઈટ્સ સોસાયટીનું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -