રાજકોટ: રાજકોટમાં કૉલેજમાં બનાવાયેલા સ્ટ્રોંગ રુમમાં સુરક્ષાદળોનો પહેરો ગોઠવી દેવાયો છે. કૉંગ્રેસ ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કૉલેજની સામે ડિજિટલ સિક્યુરિટી ગોઠવી છે. એક જીપ પર CCTV લગાવવામાં આવ્યા છે. કૉલેજના ગેટની સામે જ એક જીપ ઉભી રાખવામાં આવી છે. આ સાથે જ રાત-દિવસ સતત સ્ટ્રોંગ રુમ બહાર પોતાના માણસો ગોઠવી દીધા છે.
વલસાડ ખાતે EVM સ્ટ્રોંગ રૂમની બહાર કોંગ્રેસ-આપ નેતાઓ દ્વારા પહેરો
વલસાડ: રાજ્યમાં પ્રથમ ચરણની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે પરંતુ ઈવીએમમાં ચેડા થવાની આશંકાને લઈને વલસાડ ખાતે ઇવીએમ સ્ટ્રોંગ રૂમની બહાર કોંગ્રેસ અને આપ નેતાઓ દ્વારા પેહરો ભરવામા આવી રહ્યો છે. વલસાડની પાંચ બેઠકો પર 65 ટકા જેટલું મતદાન થયું છે ત્યારે તમામ પાર્ટીઓ જીતના દાવા કરી રહી છે જોકે વલસાડની એન્જિનિયરિંગ કોલેજ ખાતે રાખવામાં આવેલા
સ્ટ્રોંગ રૂમ બહાર આપ અને કોંગ્રેસનો પહેરો જોવા મળી રહ્યો છે.
વલસાડની સરકારી ઇજનેરી કોલેજ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે જોકે પોલીસની સાથે સાથે ઉમેદવારો અને કાર્યકર્તાઓનો પહેરો જોવા મળી રહ્યો છે. ઇવીએમ સાથે છેડછાડ થઈ શકે છે તેવી આશંકાએ પહેરો ગોઠવવામાં આવ્યો છે. મતદાન પૂર્ણ થયા બાદ ઇવીએમ મશીન વલસાડમાં સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. આપના ઉમેદવારો અને કોંગ્રેસના ઉમેદવારો અને અગ્રણીનો 24 કલાક પહેરો જોવા મળી રહ્યો છે. જોકે સ્ટ્રોંગ રૂમની આસપાસ સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે. સીસીટીવી મોનિટરિંગ કરી તમામ ગતિવિધિઓ પર આપ અને કોંગ્રેસ બંને પક્ષ નજર રાખી રહ્યું છે.
Gujarat Election: બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી પ્રચાર પડઘમ શાંત, 5 ડિસેમ્બરે મતદાન
બીજા તબક્કાની 93 બેઠકો માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા છે. આ 93 બેઠકો પર 5 ડિસેમ્બરના મતદાન યોજાશે. પક્ષો-ઉમેદવારો સાંજથી ડોર ટુ ડોર તેમજ સોશિયલ મીડિયા થકી ઉમેદવારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે.
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતી ચૂંટણી અંગે વિગતો આપતા કહ્યું કે, ‘ બીજા તબક્કાની ચૂંટણીમાં 37,432 બેલેટ યૂનિટ, કંટ્રોલ યૂનિટ 36,157 અને VVPAT 40,066 ઉપયોગ કરી રહ્યા છે. મતદાન કર્મચારીઓની સંખ્યા 1,13,325 છે.’ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.