જામનગરમાં ભાજપના દિગ્ગજ નેતાને થયો કોરોના, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Aug 2020 02:37 PM (IST)
જામનગર મનપામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશીનો રેપીડ કીટથી ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે.
જામનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના કહેર મચાવી રહ્યો છે, ત્યારે જામનગરમાં પણ કોરોનાને કારણે સ્થિતિ બગડી રહી છે. હવે જામનગરમાં ભાજપના દિગ્ગજ નેતા અને મનપામાં સ્ટેન્ટિંગ કમિટીના ચેરમેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશીનો રેપીડ કીટથી ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. નોંધનીય છે કે, સૌરાષ્ટ્રમાં રાજકોટ પછી સૌથી વધુ વિકટ સ્થિતિ જામનગરની છે. હાલ, જામનગર જિલ્લામાં કોરોનાના 535 એક્ટિવ કેસો છે. જેની સામે 1046 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 24 લોકોના મોત પણ નીપજ્યા છે.