Jamnagar News: જામનગરમાંથી એક મારામારીનો વીડિયો સામે આવ્યો છે, આ વીડિયો બાદ પોલીસ હરકતમાં આવી છે અને તપાસ શરૂ કરી દીધી છે. ખરેખરમાં, વાત એમ છે કે, જામનગર જિલ્લામાં ગઇકાલે બે જૂથો વચ્ચે મારામારી થઇ હતી, જામનગર જિલ્લાના રાજકોટ નજીક આવેલ નીકવા ગામમાં જમીન પચાવી પાડવા બાબતે મારામારી થઇ હતી.
થોડાક સમય પહેલા નીકવા ગામના રહેવાસી જીતુભાઈ વિષ્ણુસ્વામીએ તેમની જમીન રિટાયર્ડ પોલીસમેન અને તેમના દીકરા દ્વારા પચાવી પાડવાની અરજી પોલીસમાં આપી હતી. જ્યારે આ વાતની જાણ રિટાયર્ડ પોલીસમેન અને તેમના પુત્રને થઇ તો તેમને ફરિયાદ પર હુમલો કરી દીધો હતો. નીકાવા ગામના રિટાયર્ડ પોલીસમેન અશોકસિંહ જાડેજા અને તેના દીકરા ગિરિરાજસિંહ દ્વારા ફરિયાદી અને તેના પરિવાર પર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી બન્ને જૂથો વચ્ચે મારામારી થઇ હતી, ફરિયાદીનો આરોપ છે કે, અમારા રહેણાંક મકાનની અમૂક જગ્યા પોલીસમેન અને તેમના દીકરા દ્વારા પચાવી પાડી હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઇપણ કાર્યવાહી કરવામાં આવી નથી. આ મારામારીનો વીડિયો હાલમાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.
ઘોર કળિયૂગ! મેનેજરે જ બેંકના મહિલા વોશરુમમાં લગાવ્યો સ્પાય કેમેરો
થોડા દિવસ પહેલા આણંદના કલેક્ટરની ઓફીસમાં સ્પાય કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઉપરાંક વેરાવળના પોશ વિસ્તારમાં પણ એક વ્યક્તિએ પાડોશી મહિલાના બાથરુમમાં સ્પાય કેમેરો ગોઠવ્યો હતો. હવે આવી જ ઘટના જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલી પંજાબ નેશનલ બેંકમાં સામે આવી છે. અહીં ઇન્ચાર્જ મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ બેન્કના જ લેડીસ વોશરુમમાં સ્પાય કેમેરો ગોઠવ્યો હતો, જેની જાણ બેંકમાં ફરજ બજાવતા એક મહિલા કર્મચારીને થઇ જતા તેણીએ પંચકોશી-બી ડિવિઝન પોલીસમાં ઇન્ચાર્જ મેનેજરે વિરુદ્ધ કેમેરો ગોઠવ્યો હોવા સબબની ફરિયાદ નોંધાવી હતી. પોતા પર ગુન્હો નોંધાયો છે તેવી જાણ થઇ જતા જેના આરોપ હતો તે ઇન્ચાર્જ મેનેજર રજા પર ઉતરીને ભાગી છૂટ્યો હતા. જેથી પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી છે અને યુક્તિથી ઇન્ચાર્જ મેનેજરને બેંકમાં રજા કેન્સલ કરાવી ઝડપી પાડ્યો છે.
જામનગર નજીક દરેડ વિસ્તારમાં પંજાબ નેશનલ બેંકની એક શાખા આવેલ છે, ત્યાં થોડા દીવસ પૂર્વે મૂળ હરિયાણા રાજ્યના વતની અખિલેશ સૈનીને ઇન્ચાર્જ મેનેજર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી જેણે પોતાની ફરજ દરમિયાન બેંકના મહિલા કર્મચારીઓ માટેના વોશરૂમમાં છૂપો કેમેરો ગોઠવ્યો હતો. આ દરમિયાન બેંકના જ એક મહિલા કર્મચારીને આ અંગેની જાણ થઇ જતા મામલો પોલીસ સુધી પહોચ્યો હતો. જે બાદ પોલીસે બેંકના મહિલા કર્મચારીની ફરિયાદના આધારે ઇન્ચાર્જ મેનેજર અખિલેશ સૈની સામે ગુન્હો નોંધ્યો હતો અને જેના પર આ અંગેનો આરોપ છે તે અખિલેશ સૈનીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી શરુ કરી છે.