રાજકોટઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેર સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં પીક પર આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને પગલે સૌરાષ્ટ્રના એક સુપ્રસિદ્ધ મંદિર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જન્માષ્ટમીના તહેવાર દરમિયા ન વીરપુર મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  


સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ મંદિર જન્માષ્ટમી તહેવારો દરમિયાન બંધ રહેશે. 27 થી 1 સપ્ટેમ્બર એમ 6 દિવસ સુધી મંદિર બંધ રહેશે. જન્માષ્ટમીના તહેવારના પગલે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. 6 દિવસ મંદિર અને અન્નક્ષેત્ર બંને દર્શનાથીઓ માટે બંધ રહેશે.


કોરોનાને લઈને  મંદિર અને અન્નક્ષેત્રમાં ભીડ ના થાય તે માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  2 સપ્ટેમ્બરને ગુરૂવારથી ભક્તો પૂજ્ય જલારામ બાપાના દર્શન રાબેતા મુજબ કરી શકશે.

Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના 15 નવા કેસ, 17 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત


ગાંધીનગર:  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15 નવા કેસ સામે આવ્યા છે.  રાજ્યમાં હાલ 182 એક્ટિવ કેસ છે અને 4  દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.   રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.  આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,041 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે.


રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ કુલ 182 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે. 178 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,041 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10079 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ મોત થયું નથી.   વડોદરા કોર્પોરેશનમાં 5, ભાવનગર 3, અમદાવાદ કોર્પોરેશનમાં 1 , ભાવનગર કોર્પોરેશન 1, જામનગર 1, નર્મદા 1, પોરબંદર 1, રાજકોટ  કોર્પોરેશનમાં 1 અને સુરત  કોર્પોરેશન 1 કેસ સાથે કુલ 15 કેસ નોંધાયા છે.