રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ પર શોભાયાત્રાની મંજૂરી, 1237 પોલીસ જવાનો તૈનાત રહેશે


રાજકોટમાં જન્માષ્ટમીને લઈને પોલીસે 200 લોકોની મર્યાદામાં શોભાયાત્રાની મંજૂરી આપવામાં આવી છે. શોભાયાત્રાને લઈને પોલીસે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. શોભાયાત્રાના રૂટ પર 7 સંવેદનશીલ પોઈંટ નક્કી કરાયા છે. રાજકોટ જન્માષ્ટમી શોભાયાત્રાને લઈને પોલીસે પ્રેસ કોંફરન્સ કરી હતી.  શોભાયાત્રા દરમિયાન 1 હજાર 237 પોલીસ અધિકારી અને કર્મચારીને તૈનાત રહેશે. શોભાયાત્રા દરમિયાન 2 ડીસીપી, 8 એસીપી, 15 પોલીસ ઈંસ્પેકટર, 42 પોલીસ સબ ઈંસ્પેકટર, 8 મહિલા પીએસઆઈ ખડેપગે રહેશે. તો 441 પોલીસ જવાનો, 122 મહિલા પોલીસ, SRPની બે ટુકડી, 162 હોમગાર્ડ જવાન અને 331 જવાનો તૈનાત રહેશે.


ચાલુ વર્ષે રથયાત્રાનો રૂટ અડધી ટૂંકાવી દેવામાં આવી છે. આ ઉપરાંત અલગ- અલગ ધાબા પોઈંટ પણ રાખવામાં આવ્યા છે તો અલગ- અલગ ફરવાલાયક સ્થળો પર સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન થાય તેની પણ તકેદારી રાખવાનો દાવો કરાયો છે. આ સાથે પોલીસે જનતાને કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવા અપીલ કરી છે.શોભાયાત્રામાં 1237 પોલીસ જવાનો તૈનાત રહેશે.જેમાં2 DCP, 8 ACP,15 PI,42 PSI,8 મહિલા PSI રથયાત્રામાં ખડે પગે રહેશે.441 પોલિસ જવાનો, મહિલા પોલીસ 122, SRP ટુકડી 2,હોમગાર્ડ 162 TRB 331 જવાનો તૈનાત રહેશે. સરકારની ગાઈડલાઈન મુજબ 200 લોકોની મર્યાદામાં જ રથયાત્રા નીકળશે.રાજકોટ પોલીસે અપીલ કરી જન્માષ્ટમીનો તહેવાર લોકો સરકારની ગાઇડ લાઇનનું પાલન કરી ઉજવણી કરે.


અમદાવાદમાં પણ જન્માષ્ટમીના પર્વને લઇને પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો. સુરક્ષા બંદોબસ્તમાં 13 DCP, 30ACP, 61PI, અને 200થી વધુ PSI રહેશે.જ્યારે 4500થી વધુ પોલીસ કર્મચારીઓ અને 3000 જેટલા હોમગાર્ડ ખડેપગે રહેશે.જાહેર જગ્યાએ 19 SRP ટુકડી, BDDSની ટીમ ચેકીંગ કરશે.જન્માષ્ટમીના પર્વને લઈ ધાર્મિક આયોજનો કરનારાઓને કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે.


તે સિવાય અમદાવાદ સ્થિત ભાગવત વિદ્યાપીઠમાં પણ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. જન્માષ્ટમીએ કૃષ્ણ જન્મનો ઉત્સવ માત્ર મંદિરના મુખ્યા, ઋષિ કુમારો, ફુલ મંડળી અને નિત્ય સેવકો જ ઉપસ્થિત રહેશે. જન્માષ્ટમીના દિવસના દર્શનનો લાભ હરિભક્તો રાત્રીના સાડા નવ વાગ્યા સુધી લઈ શકશે. જોકે જન્મોત્સવ સમયે હરિભક્તો ઉપસ્થિત રહેશે નહીં. ફક્ત સોલા ભાગવતના ઋષિ કુમાર સહિતના હાજર રહેશે. જો કે કોરોના કાળમાં જન્માષ્ટમીની ઉજવણી કરવાની છે જેથી સરકારે આપેલી ગાઈડલાઈનનું ધ્યાન રાખીને આ વખતે ભીડ ન થાય તે માટે મંદિરમાં રેલિંગ વધારવામાં આવી.