રાજકોટઃ જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળીયાની ઓડીઓ વાઇરલ થઈ છે. તાલુકા પંચાયતના સદસ્યના પતિ ભવાનભાઈ સરવૈયાને ધમકી આપતી ઓડીઓ વાઇરલ થઈ છે. જાહેરમાં ચર્ચા કરવા માટે કુંવરજી બાવળિયાએ પડકાર ફેંક્યો. પૈસા માંગી અને આર.ટી.આઈ. કરશો તો ખાવાનો વારો આવશે, તેમ કુંવરજી બાવળિયા ધમકી આપી રહ્યા છે. ગટરની લાઈનનું નબળું કામ થયું હોય ત્યારે સદસ્યએ આર.ટી.આઈ.ની વાત કરતા કુંવરજીભાઈ લાલઘૂમ થઈ ગયા હતા. 



અમદાવાદઃ લેઉઆ પાટીદાર આગેવાન અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવાની તૈયારી બતાવી હોવાના સમાચાર છે. જો કે નરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવા માટે મોટી શરત મૂકી છે.


નરેશ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ શરત મૂકી છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોર કોંગ્રેસ માટે કામ કરશે તો જ પોતે કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રેસનાં સૂત્રોનું કહેવું છે કે,  નરેશ પટેલની શરત અંગે આ સપ્તાહના અંત સુધીમાં નિર્ણય લેવાઈ શકે છે.


નરેશ પટેલને લઈને અનેક ચર્ચાઓ જોરમાં


છેલ્લા ઘણા સમયથી જેની ચર્ચા ગુજરાતભરમાં ચાલી રહી છે એ નરેશ પટેલને થોડા દિવસ પહેલા નવો ધડાકો થયો હતો. એક અહેવાલ પ્રમાણે ખોડલધામના નરેશ પટેલ ભાજપમાં જોડાઈને પોતાની રાજકીય ઈનિંગની શરુઆત કરી શકે છે. આ વિષય પર મળતા અહેવાલો મુજબ છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલ રાજકારણમાં આવવાની વાત કરી રહ્યા છે ત્યારે આવતા અઠવાડિયા સુધીમાં નરેશ પટેલ ભાજપમાં જોડાઈ શકે છે. થોડા દિવસો પહેલાં નરેશ પટેલ આ અંગે દિલ્લી ખાતે પણ મુલાકાત કરી આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.









નરેશ પટેલ ભાજપમાં જોડાશે એવા અકિલાના અહેવાલથી આવેલા રાજકીય ગરમાવા વચ્ચે જ્યારે નરેશ પટેલના પરિવારને પુછવામાં આવ્યું ત્યારે નરેશ પટેલના પરિવારે આ અહેવાલને રદીયો આપ્યો હતો અને કહ્યું કે, "અહેવાલ ખોટા છે." ત્યારે હવે જોવાનું એ છે કે, આવતા અઠવાડિયામાં નરેશ પટેલ ભાજપમાં જોડાય છે કે પછી કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને પોતાની રાજકીય કારકિર્દી શરુ કરવા માટે યોગ્ય ગણે છે.