રાજકોટ:  શહેરની કણસાગરા કોલેજે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. વિદ્યાર્થિનીઓ કોલજમાં ક્યારે પ્રવેશી ક્યારે છૂટી તેનો વાલીઓને મેસેજ મોકલાશે. કણસાગરા મહિલા કોલજ દ્વારા આ નવી સીસ્ટમ વિકસાવવામાં આવી છે. કણસાગરા કોલેજના પ્રોફેસરો અને પ્રિન્સિપાલએ આધુનિક ટેકનોલોજી વિકસાવી છે.100 ટકા હાજરી માટે કોલજે  આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. દીકરીઓની સુરક્ષાને લઈને આ પગલું ભરવામાં આવ્યું છે.


IPOમાં રોકાણ કરનારાઓ માટે સારી તક
નવી દિલ્હીઃ આ સપ્તાહે આઈપીઓમાં રોકાણ કરનારાઓ માટે સારી તક છે. બજારમાં 2 IPO આવી રહ્યા છે.  આ નવા નાણાકીય વર્ષમાં આવનારા પ્રથમ IPO છે. તેમનું કુલ કદ રૂ. 3,000 કરોડની આસપાસ છે. જ્યારે બીજી ખાસ વાત એ છે કે આ અઠવાડિયે દેશના સૌથી મોટા IPO LIC IPOની લોન્ચ તારીખને લઈને એક નવું અપડેટ પણ આવી શકે છે.


Campus IPO 1,400 કરોડનો હશે


Campus Activewear IPO આ અઠવાડિયે સૌથી પહેલા ઓપન થવા જઈ રહ્યો છે. ફૂટવેર અને એક્ટિવ સ્પોર્ટ્સ વેર બનાવતી આ કંપનીનો IPO 26 એપ્રિલે ખુલશે. તેનું કદ રૂ. 1,400.14 કરોડનું હશે. IPO માટે કંપનીએ રૂ. 5 ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક શેર માટે રૂ. 278-292 ની ઇશ્યૂ કિંમત નક્કી કરી છે. આ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ (OFS) IPO હશે. કંપનીના પ્રમોટરો અને વર્તમાન શેર હોલ્ડરો 4.79 કરોડ શેર વેચશે. આ IPO 28મી એપ્રિલે બંધ થશે. કંપનીના શેર 9 મેના રોજ લિસ્ટ થશે.


Rainbow Medicare આઈપીઓ 27મીએ ઓપન થશે


Rainbow Children's Medicare માટે આ અઠવાડિયે બીજો IPO આવી રહ્યો છે. તે 27મી એપ્રિલે ખુલશે અને 29મી એપ્રિલે બંધ થશે. જ્યારે શેરબજારમાં તેનું લિસ્ટિંગ 10 મેના રોજ થવાનું છે. રૂ. 1,595.59 કરોડના આ IPO માટે કંપનીએ શેર દીઠ પ્રાઇસ બેન્ડ રૂ. 516-542 રાખી છે. આ IPOમાં કંપની રૂ. 280 કરોડના નવા શેર જારી કરશે. Rainbow Children's Medicare 1999 થી બાળકો માટે મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલોની ચેઇન ચલાવે છે. હાલમાં કંપની દેશના 6 શહેરોમાં 14 હોસ્પિટલો અને 3 સિટી ક્લિનિક્સ ધરાવે છે.


આ અઠવાડિયું LICના IPO માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે સેબીએ કંપનીને IPO લાવવા માટે 12 મે સુધીનો સમય આપ્યો છે. આવી સ્થિતિમાં જો કંપનીએ તેનો IPO લાવવો હોય તો તેણે આ સપ્તાહે તેની લોન્ચ તારીખથી બાકીની તારીખો નક્કી કરવી પડશે. જો આને લગતી પ્રક્રિયા આગળ નહીં વધે તો કંપનીને માર્કેટ રેગ્યુલેટર પાસેથી નવી પરવાનગી લેવી પડશે. સરકાર 31 માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષ પહેલા LICનો IPO લાવવા માગતી હતી. પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે સરકારે નિર્ણયને મુલતવી રાખવો પડ્યો હતો.