રાજકોટ: રાજકોટમાં પોલીસથી બચવા બુટલેગરે  અનોખો કિમીયો અપનાવ્યો હતો. સીલ પેક કલરની ડોલમાં દારૂની બોટલ છુપાવી હેરાફેરા કરવાના ષડયંત્રનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. રાજકોટની ગાંધીગ્રામ-2 પોલીસે આવા જ એક બુટલેગરની ધરપકડ કરી છે. પ્રિયાંક મહેતા નામનો બુટલેગર દારૂની હેરાફેરી માટે કલરની સીલ પેક ડોલમાં દારૂ છુપાવીને લઈ જતો હતો. પોલીસે બાતમીના આધારે કલરની સીલબંધ ડોલમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. 

આરોપી વિરૂદ્ધ અગાઉ પણ દારૂ સહિતના આઠ જેટલા કેસ

ત્યારે જ ગાંધીગ્રામ-2 પોલીસે કારમાંથી આ જ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.  બુટલેગર પ્રિયાંક પોલીસથી બચવા માટે કલરની ડોલમાં દારૂની બોટલ છુપાવીને તેને સીલ પેક કરીને જતો હતો. પોલીસ દ્વારા કલરની ડોલ ખોલવામાં આવતા તમામ  ચોંકી ગયા હતા. 

વિદેશી દારૂની 2,22,480ની કિંમતની કુલ 72 બોટલો મળી 

પોલીસ દ્વારા   જ્યારે આ કલરની ડોલમાં તપાસ કરવામાં આવી ત્યારે વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની 2,22,480ની કિંમતની કુલ 72 બોટલો મળી આવી હતી. આરોપી પ્રિયાંક મહેતા વિરૂદ્ધ અગાઉ પણ દારૂ સહિતના આઠ જેટલા કેસ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે.