રાજકોટ ચેમ્બર ઓફ કૉમર્સ વતી વી.પી. વૈષ્ણવે લખેલા પત્રમાં રાજકોટમાં કોરોનાના સૌથી ઓછા કેસ હોવા છતાં ફ્લાઇટ ન આપવામાં આવતા અન્યાય થયાનો સૂર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત તેમણે રેલવે મંત્રીને પણ પત્ર લખ્યો છે અને રાજકોટમાં એક પણ ટ્રેન શરૂ કરવામાં ન આવી હોવા અંગે નિરાશા વ્યક્ત કરવામાં આવી છે.
તેમણે લખ્યું છે કે, અમદાવાદથી ફ્લાઈટ્સ શૂ કરાઈ છે પણ અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ હોવાથી અમદાવાદથી ફ્લાઇટ કે ટ્રેનમાં જવું મુશ્કેલ છે. વી.પી વૈષ્ણવે લખેલો પત્ર પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને સાંદ ને પત્ર ફોરવર્ડ કરવામાં આવ્યો છે. તેમાં ચીમકી અપાઈ છે કે, પ્લેન અને ટ્રેન શરૂ નહીં થાય તો ગાંધીચીધ્યા માર્ગે આંદોલન કરીશું.
તેમણે પત્રમાં લખ્યું છે કે, રાજકોટને ફ્લાઇટ ન આપતા સૌરાષ્ટ્રના ઉધોગ વેપારને અસર થઈ છે કેમ કે સૌરાષ્ટ્રના લોકો રાજકોટથી દેશ અને વિદેશમાં જાય છે.