રાજકોટ: ગુજરાતમાં ચૂંટણીના વર્ષમાં રાજકીય ડાયરોઓએ જમાવટ કરી છે. શ્રી ભાગવત કથા અને ડાયરાનું ઠેર ઠેર આયોજન કરવામાં આવી રહ્યું છે. પહેલા જામનગર અને પછી પૂર્વ મંત્રી જયેશ રાદડિયા દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે આ કડીમાં રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાએ મવડી વિસ્તારમાં લોકડાયરો યોજ્યો હતો. સૌરાષ્ટ્રમાં ચૂંટણીમાં વર્ષમાં ડાયરાની મોસમ ખૂલી હોય તેમ લાગી રહ્યું છે. પોતપોતાના મતવિસ્તારમાં રાજકીય આગેવાનો એક બાદ એક ડાયરાઓનું આયોજન કરી રહ્યા છે. 



 


લોકડાયરામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. લોક સાહિત્યકાર રાજભા ગઢવી, હાસ્યકલાકાર ધીરુભાઇ સરવૈયા સહિતના કલાકારો મોજ કરાવી હતી. આ લોક ડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા પર રૂપિયાનો વરસાદ થયો હતો. આ ઉપરાંત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોધરા અને મેયર પ્રદીપ ડવ પર પણ રૂપિયાનો વરસાદ થયો હતો.


નરેશ પટેલે હાર્દિક પટેલના ‘અસામાજિક તત્વો’ વાળા નિવેદનને વખોડ્યું, જાણો શું કહ્યું


BHARUCH : ભાજપમાં જોડાયાના કલાકોમાં જ પત્રકાર પરિષદમાં હાર્દિક પટેલ આપેલા એક નિવેદનને લઈને પાટીદાર સમાજમાં રોષ ફેલાયો છે. એક પત્રકાર દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ દેતા સમયે હાર્દિક પટેલ હડબડીમાં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા તોફાનોના યુવાનોને અસામાજિક તત્વો કહી દીધા હતા. હાર્દિક પટેલના આ નિવેદન બાદ લગભગ મોટા ભાગના પાટીદાર નેતાઓએ હાર્દિક પટેલની ઝાટકણી કાઢી હતી. અને હવે ખોડલધામ પ્રમુખ અને પાટીદાર અગ્રણી નરેશ પટેલે પણ હાર્દિક પટેલના આ નિવેદનને વખોડ્યું છે. 


ભરૂચના જંબુસર તાલુકાના છીદ્રા ગામે માતાજીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં નરેશ પટેલે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા નરેશ પટેલે હાર્દિક પટેલના અસામાજિક તત્વો વાળા નિવેદનને વખોડ્યું હતું અને કહ્યું હતું કે આ નિવેદન એ હાર્દિક પટેલની મોટી ભૂલ છે. હાર્દિકે  ભાજપમાં જોડાતા જ આંદોલનકારીઓને અસામાજિક તત્વો કહ્યા એ હાર્દિક પટેલની મોટી ભૂલ છે. જુઓ નરેશ પટેલે આપેલા નિવેદનનો આ વિડીયો -