રાજકોટ શહેરના જાહેર માર્ગો પરથી ઈંડા અને નોન વેજની લારીઓ હટાવાઈ હતી. રાજકોટના મેયર પ્રદીપ ડવના આદેશ બાદ મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી હતી. રાજકોટના મેયરે આદેશ કર્યો છે કે મંદિર કે અન્ય ધાર્મિક સ્થળ અને જાહેર સ્થળો પર ઈંડા કે નોનવેજ ખાદ્યપદાર્થ વેચી નહીં શકાય.. જેને લઈ શહેરના ફૂલછાબ ચોક, શાસ્ત્રી મેદાન સહિતના વિસ્તારમાંથી લારીઓ દૂર કરાઈ હતી. તમામને હોકર્સ ઝોનમાં લારીઓ ઉભી રાખવા આદેશ અપાયા હતા.


 


મોડાસાના ડેપ્યુટી કલેક્ટરની અટકાયત કરાઇ


અરવલ્લીના મોડાસાના ડેપ્યુટી કલેકટર મયંક પટેલની અટકાયત કરવામાં આવી છે.  ડેપ્યુટી કલેકટર પર છેલ્લા એક વર્ષથી યુવતીને બિભત્સ ફોટો અને મેસેજ મોકલવાનો આરોપ છે.  ભોગ બનનાર યુવતી અને ડેપ્યુટી કલેકટર અગાઉ પરિચયમાં આવ્યા હતાં ત્યારબાદ મેસેજ અને ફોટાનો સિલસિલો શરૂ થયો હતો.


 અશ્લિલ ફોટા અને મેસેજથી કંટાળીને ડેપ્યુટી કલેકટર વિરુદ્ધ યુવતીએ સાઈબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનનાર યુવતી પણ સરકારી કર્મચારી હોવાનું સામે આવ્યું છે. યુવતીની ફરિયાદના પગલે સાઈબર ક્રાઈમે આખરે ડેપ્યુટી કલેકટરની અટકાયત કરી છે.


પોલીસે જણાવ્યું કે, ડેપ્યુટી કલેક્ટર 1 થી દોઢ વર્ષથી ફરિયાદી યુવતીને હેરાન કરતો હતો. ફરિયાદી ને મારી નાખવાની ધમકી આપતો હતો. ધમકી ભર્યા મેસેજના પુરાવા પણ મળી આવ્યા છે.


 


મયંક પટેલ અગાઉ ક્લાર્ક અને ત્યારબાદ પરીક્ષાઓ આપી નાયબ મામલતદાર અને ત્યાર બાદ જીપીએસસીની પરીક્ષા પાસ કર્યા બાદ અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે નાયબ કલેક્ટર એસડીએમ તરીકે નિમણુંક થઇ હતી