રાજકોટ: પૂર્વ ધારાસભ્ય સ્વ.મહિપતસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથીએ રીબડા ખાતે થેલેસેમિયા પીડિત અને ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે મહા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પુણ્યતિથિએ માનવસેવા, ગૌસેવા અને રકતદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લાના ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથિએ મહારક્તદાન કેમ્પનું આયોજન રીબડા ખાતે કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. રક્તદાન માટે એટલા બધા લોકો એકઠા થઈ ગયા હતા કે રક્તદાતાઓને રક્તદાન માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી. સંતો, મહંતો અને મહાનુભવોની ઉપસ્થિતિમાં મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો. સૌરાષ્ટ્રની 8 જેટલી વિવધ બ્લડ બેંકો દ્વારા કેમ્પમાં સેવા આપવામાં આવી હતી.
માજી ધારાસભ્યની પુણ્યતિથિએ માનવસેવા, ગૌસેવા અને રકતદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન સવારે 6.00 થી બપોરે 2.00 કલાક સુધી મિહીરાજ બજરંગબલી મંદિર પાસે, નેશનલ હાઇ-વે રીબડા ખાતે કરવામાં આવ્યું હતું.
માજી ધારાસભ્ય અને ક્ષત્રીય અગ્રણી સ્વ.મહિપતસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથિ નિમીતે આર.એ.આર. ફાઉન્ડેશનનાં પ્રણેતા રાજદીપસિંહ અનિરુધ્ધસિહ જાડેજા દ્વારા મહારકતદાન કેમ્પનું આયોજન કરાયું હતું. એકત્રીત રક્ત થેલેસેમિયા પીડિત દર્દી ઉપરાંત ગંભીર બિમારી ધરાવતા દર્દીઓને વિનામુલ્યે આપવામાં આવશે. . આ નિમીતે તાલુકાની તમામ ગૌશાળાનાં લાભાર્થે મહિરાજ બજરંગબલી મંદિર રીબડા ખાતે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સત્કાર્યમા ભાગ લેનાર રક્તદાતાઓને પ્રમાણપત્ર તેમજ વિશેષ રૂપથી સ્મૃતિચિન્હ શુભેચ્છા સ્વરૂપે ભેટ આપવામાં આવ્યા હતા. રક્તદાન કેમ્પમાં અત્યાર સુધીમાં ટાર્ગેટ કરતા પણ વધુ 4થી5 હજાર બોટલ બ્લડ એકઠું થયું છે. રક્તદાન કેમ્પમાં રેકોર્ડ સર્જાવાની સાથે 5000 લોકોએ દેહદાનના સંકલ્પ કર્યા છે.