મોરબીઃ મોરબીના સામાકાંઠે થયેલ પતિએ કરેલ પત્નીની હત્યા મામલે ફરિયાદ નોંધાઈ છે.  દીકરીએ પિતા સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. માતા અને પિતા વચ્ચે અવારનવાર ઝધડાઓ થતા હોય અને શંકા કુંશકા રાખીને માતાને દસ્તા વડે માર મારી હત્યા કરી હોવાની ફરિયાદ દીકરીએ નોંધાવી છે. હત્યા મામલે આરોપી પિતા નાશી ગયો છે. બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલિસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરીછે. 


શહેરના વિદ્યુતનગરમાં  પતિ પ્રવીણ મંછારામ કુબાવતે પત્ની ભાવનાબેનની દસ્તાના ઘા મારીને હત્યા કરી નાંખી હતી અને પછી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.  ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ખુદ તેના પતિએ જ મોઢામાં કપડાનો ડૂચો ભરાવી દઈ દસ્તાનો ઘા ઝીંકી પત્નીને પતાવી દીધી હતી. પત્ની હત્યા પછી પતિ ઘરને તાળું મારી ફરાર થઇ ગયો હતો. 


બનાવ અંગે બી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ઘરમાં તાળું જોતા નાની દીકરીએ આસપાસના લોકોને જાણ કરતા તપાસ કરતા ભાવનાબેનનો મૃતદેહ પડ્યો હતો, જે બાદ સ્થાનિકોએ ઘરનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. પોલીસ ટીમે મૃતદેહ પીએમ અર્થે સિવિલમાં ખસેડી મૃતકની દીકરીની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી હતી.


મહીસાગરઃ મહીસાગરમાં સુરતની ગ્રીષ્મા હત્યા કેસ જેવી જ ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. મળતી જાણકારી અનુસાર, સુરતની ગ્રીષ્મા હત્યા કેસ જેવી જ ઘટના બની છે. મહીસાગરના વીરપુર તાલુકાના દુધેલા ગામે પ્રેમીએ તિક્ષ્ણ હથિયારના ઘા મારી પ્રેમિકાની હત્યા કરી દીધી હતી. વીરપુર તાલુકાના દુધેલા ગામે ખેતરમાં મજૂરી અર્થે ગયેલી પ્રેમિકાને પ્રેમીએ તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યાની ઘટનાને પગલે વીરપુર પોલીસ, મહીસાગર ક્રાઇમ બ્રાન્ચ સહિત ડીવાયએસપી ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ આરોપીની ધરપકડ કરે તે પહેલાં જ આરોપીએ ઝેરી દવા પી ને આપઘાતનો પ્રયાસ  કર્યો હતો. પોલીસે તાત્કાલિક આરોપીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.


'આશા પરણીત હોવા છતાં નવીન સાથે 13 વર્ષથી પત્નીની જેમ રહેતી


પરણીતાએ પ્રેમસંબંધ તોડી નાંખતા પ્રેમીએ છરીના ઘા મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે.  માધુપુરામાં પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાની હત્યાના ગુનામાં  પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે. નવીન રાઠોડ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. માધુપુરા પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે. હવે આ પ્રેમસંબંધમાં હત્યા પ્રકરણમાં મોટો ધડાકો થયો છે. 


પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, બંને વચ્ચે 13 વર્ષથી સંબંધ હતા. આ પ્રેમસંબંધના કારણે આરોપીએ લગ્ન પણ કર્યા નહોતા. દરમિયાન દીકરીની સગાઈ થતાં સમાજમાં બદનામીના ડરે પ્રેમિકાએ પ્રેમી સાથેના સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. જેના કારણે આરોપીએ ઉશ્કેરાઇને પ્રેમિકાની હત્યા કરી નાંખી છે. પોલીસે જણાવ્યું હતું કે, આશા પરણીત હોવા છતાં નવીન સાથે 13 વર્ષથી પત્નીની જેમ રહેતી હતી.