મોરબીઃ સીટી એ ડિવિઝન પોલીસ લાઈનમાં રહેતી મહિલા lrdએ આત્મહત્યા લેતા ચકચાર મચી ગઈ છે. હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી lrd મહિલાએ આત્મહત્યા કરી લીધી છે. નીતુ નટવરભાઈ પરમાર નામની યુવતીનું મોત થયું છે. અંદાજીત 15 દિવસ પહેલા જ મોરબીમાં પોસ્ટિંગ મળ્યું હતું. એસપી, ડીવાયએસપી, lcb સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. 

Surat : વિદેશ જવાની લાલચમાં યુવતીએ સર્વસ્વ લૂંટાવી દીધું, યુવકે વારંવાર માણ્યું શરીરસુખ ને પછી એક દિવસ....


સુરતઃ પાંડેસરામાં પ્રસિદ્ધ હોટલની ફ્રેન્ચાઇઝી ચલાવનાર યુવકે ભેસ્તાનની 24 વર્ષીય યુવતીને લગ્ન કરીને કેનેડા લઇ જવાની લાલચ આપીને વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ હવસ સંતોષીને તરછોડી દીધી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. યુવતીને કેનેડામાં સ્થાઇ થવાના સપના બતાવી યુવકે હવસની શિકાર બનાવી હતી. જોકે, યુવકે વારંવાર ભોગવ્યા પછી તરછોડી દેતા આરોપી સામે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


ભેસ્તાનની 24 વર્ષીય યુવતીને પાંડેસરામાં જાણીતી હોટલની ફ્રેન્ચાઇઝી ચલાવતા અને મૂળ બનાસકાંઠાના યુવક સાથે વર્ષ 2019માં પરિચય થયો હતો. યુવતી પોતે હોટલમાં નોકરી કરતી હોવાથી આરોપીને ત્યાં અવર જવર વધતા બંને એકબીજા સંપર્કમાં આવ્યા હતા. તેમજ યુવતી તેના પ્રેમમાં પડી ગઈ હતી.


યુવકે યુવતીને લગ્નની લાલચ તો આપી જ હતી. સાથે કેનેડામાં સ્થાયી થઇ ત્યાં જ હોટલ ચાલુ કરવાના સપના બતાવી વારંવાર શરીરસુખ માણ્યું હતું. યુવતી પણ વિદેશમાં સ્થાયી થવાની લાલચે યુવકને પોતાનું સર્વસ્વ લૂંટાવી દીધું હતું. ગત  20મી મેના રોજ પ્રેમીએ તેના પિતા બીમાર હોવાનું કહીને બનાસકાંઠા ગયો હતો.


જોકે, આ પછી પ્રેમી પરત ફર્યો નહોતો અને તેણે પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો. આમ, યુવતીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેણે આરોપી સામે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીને હોટલમાં મેનેજર તરીકે કામ કરતી યુવતી સાથે પણ ગાઢ સંબંધો હતા. આરોપીએ હોટલમાં મેનેજર તરીકે કામ કરતી યુવતી સાથે લગ્ન કર્યાની આશંકા વ્યકત કરી છે.