Morbi Bridge Collapse : મોરબી અને રાજકોટ બાર એસોશિએશન આરોપીઓના કેસ નહીં લડે
મોરબી હોનારત સ્થળ પર સાંસદ મોહન કુંડારિયા, અધિક કલેકટર એન કે મૂછાર, પ્રાંત અધિકારી દેવેન્દ્ર સિંહ ઝાલા સહિતના અગ્રણીઓ પહોંચ્યા છે. રેસ્ક્યુ કામગીરી કરનાર તમામ ટીમના અધિકારીઓ સાથે ચર્ચા કરશે
સુરતના ઉદ્યોગપતિની મોટી જાહેરાત. બ્રિજ દુર્ઘટનામાં જે પણ બાળકો નિરાધાર થયા હોય એવા બાળકોની સંપૂર્ણ જવાબદારી સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરા ઉપાડશે. મોરબી હોનારતમાં હોનારતમાં નિરાધાર બાળકો જ્યાં સુધી પગ ભર ના થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી ઉદ્યોગપતિ વસંત ગજેરા ઉઠાવશે. વસંત ગજેરાની સંસ્થા વાત્સલ્ય ધામમાં શિક્ષણ આપવામાં આવશે
રાજકોટના વકીલોનું સંગઠન યુનિટી ઓફ લોયર્સનું નિવેદન. મોરબીની ગોઝારી ઘટનામાં સુપ્રીમ કોર્ટ-હાઇકોર્ટના સીટીંગ જજની વડપણ હેઠળ કમિટી બનાવી થવી જોઈએ તપાસ. કસુરવારોને બક્ષવામાં ન આવે તેવી વકીલોની માંગ.
ઝુલતા પુલ મામલે પોલીસની કામગીરી. નગરપાલિકાના ચીફ ઓફિસર સંદપસિંહ ઝાલાની પોલીસ કરી રહી છે પૂછપરછ
રાજકોટ મનપા દ્વારા આજે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મનપાના અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.રાજ્યસભના સાંસદ સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતાં.મનપા અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીમાં સર્જાયેલી ગોઝારી ઘટનાને લઈને રાજ્ય વ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ મૃતકોને આપવામાં આવી. 136 લોકોએ મોરબીના ઝૂલતા પૂલ તૂટવાના કારણે મૃત્યુ પામ્યા ત્યારે આ પ્રાર્થના સભામાં તમામ લોકોને આંખો અશ્રુભીની હતી. આ પ્રાર્થના સભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સાંસદ કિરીટ સોલંકી તેમજ ધારાસભ્ય કોર્પોરેટર અને સરકારી કચેરીમાં કામ કરતા લોકો હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી. મોરબીની ઘટનાને ખૂબ જ દુઃખદ ઘટના ગણાવી.
મોરબી પુલ દુર્ઘટનામાં રાપર નગરપાલિકાના પૂર્વ ચેરમેને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટલને લખ્યો પત્ર. ભાજપ શાસિત રાપર નગરપાલિકાના પૂર્વ ચેરમેન મોરબી નગર પાલિકાના મુખ્ય અધિકારી સંદીપસિંહ ઝાલાનું નામ FRI મા દાખલ કરવા કરી માંગ. મોરબી દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેવોને સરકારી નોકરી આપવામાં આવે તેવો રાપર નગરપલીકાના પૂર્વ ચેરમન એ મુખ્યમંત્રીને લખ્યો પત્ર. મૃત્યુ પામનારા પરિવારોને 10 લાખ રૂપિયા આપવા માટે લખ્યો પત્ર.
મોરબીના ઝુલતા પુલની ગોઝારી ઘટનાની ઇફેક્ટ. જર્જરીત સાંઢિયા પુલને નવનિર્મિત માટે ગતિવિધિ તેજ. ચૂંટણી પછી ટેન્ડરિંગ પ્રક્રિયા. રાજકોટ મનપાના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ ખાસ બેઠક યોજી હતી. જામનગર રોડ પર સાંઢિયા પુલ વર્ષોથી જર્જરિત. આ બ્રિજનો દરેક બજેટમાં સમાવેશ કરવામાં આવે . જો કે જર્જરિત બ્રિજ બનતો નથી ઘણા સમયથી. મનપા કમિશનર અમિત અરોરાનું નિવેદન. પુલ બનાવવામાં માટે તાત્કાલિક ટેન્ડર પ્રકિયા હાથ ધરવામાં આવશે . અંદાજીત 50 થી 55 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે. રેલવેને પત્ર ઓગસ્ટમાં પત્ર લખવામાં આવ્યો. રેલવેના અધિકારીઓ મંજૂરી આપશે એટલે પુલની કામગીરી શરૂ કરવામાં આવશે..
મોરબી હોનારતને લઈને સૌરાષ્ટ્રમાં શોકનું મોજું. રાજકોટ મનપા દ્વારા શોકસભાનું આયોજન. મોરબી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. મનપાના અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહ્યા. રાજ્યસભના સાંસદ સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા.
જૂનાગઢ મનપા દ્વારા પ્રાર્થના સભા યોજાઈ. દામોદર કુંડ ખાતે યોજાઇ પ્રાર્થના સભા. દિવંગત આત્માઓને શાંતિ અર્થે યોજાઈ પ્રાર્થના સભા. સાધુ સંતો ની હાજરીમાં યોજાઈ પ્રાર્થના સભા. પદાધિકારીઓ અને શહેરીજનો પ્રાર્થના સભામાં જોડાયા
મોરબી બાર એસસિયેશનના દ્વારા મૌન રેલી યોજાઈ. મોટી સંખ્યામાં વકીલો જોડાયા. દિવંગત આત્મા ઓને શ્રદ્ધાંજલિ આપવા રેલી યોજાઈ.
સુરત :- મોરબી દુર્ઘટનાને લઈ પ્રાર્થના સભા. સુરત મહાનગર પાલિકા ના અધિકારી કર્મચારીઓ પ્રાર્થના સભા માં હાજર. સુરતના અલથાન કોમ્યુનિટી હોલ ખાતે પાલિકા દ્વારા આયોજન કરાયું. ધારાસભ્ય સંગીતા પાટીલ,પાલિકા કમિશ્નર, સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલએ પ્રાર્થના સભામાં હાજરી આપી. દિવંગત ના આત્મા ને શાંતિ મળે તે માટે પ્રાર્થના સભા. આજે રાજ્યવ્યાપી શોક ના દિવસે પ્રાર્થના સભા આયોજન કરાયું. સૌ અધિકારીઓ અને કર્મચારીઓ એ પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પી.
મોરબીમાં બનેલ કેબલ બ્રિજ તૂટવાની ઘટના ને લઈ આજે રાજ્ય વ્યાપી શોક. વિધાનસભા,સ્વર્ણિમ સંકુલ સહિત તમામ સરકારી કચેરી પર અડધી કાઠી એ ધ્વજ ફરકવાયો. તમામ સાંસ્કૃતિક અને મનોરંજન ના કાર્યક્રમો કરાયા રદ. રાજ્યમાં અનેક જગ્યાએ શોક સભાનું કરાયું આયોજન
બ્રેકગ્રાઉન્ડ
Morbi Bridge Collapse : મોરબી હોનારત સ્થળ પર સાંસદ મોહન કુંડારિયા, અધિક કલેકટર એન કે મૂછાર, પ્રાંત અધિકારી દેવેન્દ્ર સિંહ ઝાલા સહિતના અગ્રણીઓ પહોંચ્યા છે. રેસ્ક્યુ કામગીરી કરનાર તમામ ટીમના અધિકારીઓ સાથે ચર્ચા કરશે. કઈ રીતે કામગીરી ચાલી રહી છે અને કઈ રીત ની જરૂર છે તે માહિતી મેળવશે.
મોરબીની ઘટનાને પગલે આજે રાજ્યવ્યાપી શોકનું એલાન કરવામાં આવ્યું છે. જેથી આજે રાજ્યવ્યાપી શોક પાળવામાં આવ્યો અને ઇમારતોમાં અડધી કાઠીએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો. તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ અમદાવાદ ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
મચ્છુ નદીમાં હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલું, પંજાબનો એક વ્યક્તિ લાપતા
Morbi Bridge Collapse: મોરબી હોનારત માં રેસ્ક્યુ કામગીરી હજુ ચાલુ છે. સેના, એનડીઆરએફ અને ફાયર વિભાગ કામગીરી ચલાવી રહ્યું છે. હજુ પણ એક વ્યક્તિ લાપતા હોવાની માહિતી સામે આવી છે. પંજાબનો એક વ્યક્તિ લાપતા હોવાની માહિતી મળી. મોબી જીલ્લા કલેકટર સાથે વાત ચિત દરમિયાન માહિતી મળી. અત્યાર સુધીમાં ૧૩૫ લોકોના મૃત્યુ થયા હોય અને ૨૨ લોકો હાલ સારવારમાં હોવાનું જણાવ્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -