રાજકોટ: રંગીલા રાજકોટમાં ફરી હત્યાની ઘટના સામે આવી છે. અહીં ડોર બેલ વગાડવા જેવી સામાન્ય બાબતે 70 વર્ષીય વૃદ્ધની હત્યા કરી દેવામાં આવી છે. જામનગર રોડ પર નાગેશ્વરમાં આવેલ અરિહંત એપાર્ટમેન્ટ પાસે આ હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ગત સાંજે 70 વર્ષીય કિરીટ ભાઈ શાહ અરિહંત એપાર્ટમેન્ટમાં રહેતા અભય ઉર્ફે મોન્ટુ વ્યાસના ઘરે બુક લેવા ગયા હતા. અભયના એપાર્ટમેન્ટનું ડોર બેલ વગાડતા તેણે દરવાજો ખોલ્યો ન હતો. 


ત્યાર બાદ વૃદ્ધ ત્યાંથી નીકળી પોતાના એપાર્ટમેન્ટ તરફ જતા હતા તે દરમ્યાન "તે મારી ડોર બેલ કેમ વગાડી ને મારી નીંદર બગાડી " કહી અભય વ્યાસે વૃદ્ધ પર હુમલો કરી દીધો હતો. બોથડ પદાર્થ વડે હુમલો કરતા કિરીટ શાહ ઘાયલ થયા હતા અને તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. આ હત્યાની જાણ પોલીસને કરવામં આવતા ગાંધીગ્રામ પોલીસે આરોપી અભયને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી છે. જો કે સામે આવેલી વિગતો અનુસાર આરોપી અગાઉ પણ હત્યાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.


ગર્ભવતી મહિલા સાથે ગેંગરેપ



Pregnant woman Raped: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગર્ભવતી મહિલા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 5 આરોપીઓ હાથમાં હથિયાર લઈને ઘરમાં ઘૂસી ગયા અને મહિલા સાથે વારાફરતી બળાત્કાર કર્યો. ઘટના પંજાબ પ્રાંતના જેલમ શહેરની છે. ડેઈલી પાકિસ્તાન ન્યૂઝ પેપરના અહેવાલ મુજબ, ઘરમાં ઘૂસીને આ લોકોએ પહેલા મહિલા અને તેના પતિ પર હુમલો કર્યો, પછી પતિને દોરડાથી બાંધી દીધો.


ઘટનાની માહિતી મળતાની સાથે જ પાકિસ્તાનની પંજાબ પોલીસે ગુનેગારોની શોધખોળ શરૂ કરી દીધી છે. પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે પીડિત મહિલાનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો છે અને તેના બ્લડ સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે લાહોર મોકલવામાં આવ્યા છે.


ગયા મહિને ચાલતી ટ્રેનમાં સામૂહિક બળાત્કાર થયો હતો


અગાઉ ગયા મહિને પણ 25 વર્ષની એક મહિલા પર ચાલતી ટ્રેનમાં સામૂહિક બળાત્કાર થયો હતો. આ ઘટના 28 મેના રોજ બની હતી. આ મહિલા મુલતાનથી કરાચી જતી ટ્રેન, બહુદ્દીન ઝકરિયા એક્સપ્રેસમાં મુસાફરી કરી રહી હતી, ત્યારે ટિકિટ ચેકર સહિત 3 લોકોએ મહિલાને એસી કોચમાં બેસાડી ગેંગરેપ કર્યો હતો. મહિલાએ ફરિયાદ કરી હતી કે તે જનરલ કોચમાં મુસાફરી કરી રહી હતી. ટિકિટ ચેકરે તેને એસી કોચમાં મુસાફરી કરવાની ઓફર કરી. આ પછી ટિકિટ ચેકર સહિત ત્રણ લોકોએ યુવતીને એસી કોચમાં બેસાડી તેની સાથે બળાત્કાર કર્યો અને તેને ધમકી આપી.





મહિલાએ તેની આપવીતીમાં જણાવ્યું કે તે છૂટાછેડા લેનાર છે અને કરાચીના ઓરંગી ટાઉનની રહેવાસી છે. તે પોતાના બાળકોને મળવા મુઝફ્ફરગઢ ગઈ હતી. આ પછી, સાસરિયાઓ સાથે ઝઘડો થયો, પછી તે કરાચી પરત ફરી રહી હતી, તેણે મુલતાન સ્ટેશનથી કરાચીની ટિકિટ ખરીદી હતી. આ કેસમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને મહિલાનું મેડિકલ કરવામાં આવ્યું હતું, જેમાં બળાત્કારની પુષ્ટિ થઈ હતી