GSEB Result: આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઘણા તેજસ્વી તારલાઓએ પોતાની મહેનતથી સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં રાજકોટ ખાતે પુજીત રુપાણી ટ્રસ્ટના વિદ્યાર્થીએ મેદાન માર્યું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને આંજલી રૂપાણી આ ટ્રસ્ટ ચલાવે છે. પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા રાજકોટના અનેક ગરીબ વર્ગના બાળકોને દત્તક લેવામાં આવે છે. પુજીત રૂપાણી ટ્રસ્ટના નિરંક દાવડાએ 99.95 PR મેળવ્યા છે. નિરંક પિતા આશિષ દાવડા મજૂરી કામ કરે છે. પોતાના દીકરાએ ધોરણ 10માં સફળતા મેળવતા માતાએ ખુશી વ્યક્ત કરી હતી.


 



અમદાવાદ: ધોરણ 10 બોર્ડનું 65.18 ટકા પરિણામ







સ્ટાન્ડર્ડ ગણિતનું 92.63 ટકા પરિણામ આવ્યું છે. બેઝિક ગણિતનું 69.53 ટકા પરિણામ, ગુજરાતી ભાષાનું 82.15 ટકા પરિણામ, અંગ્રેજી પ્રથમ ભાષાનું 94.73 ટકા, જ્યારે બીજી ભાષાનું 80.30 ટકા પરિણામ આવ્યું છે. 12,090 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો. અમદાવાદ શહેરનું 63.18 ટકા, જ્યારે અમદાવાદ ગ્રામ્યની 63.98 ટકા પરિણામ આવ્યું. 121 સ્કુલનું પરિણામ શૂન્ય ટકા. 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી 1,007 શાળાઓ અને 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી 1,007 શાળાની ગ્રાન્ટ કેન્સલ થશે.


ધોરણ 10નું પરિણામ જાહેર: વડોદરા જિલ્લાનું 61.21 ટકા પરિણામ,478 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ



વડોદરા જિલ્લાનું 61.21 ટકા પરિણામ આવ્યું છે. 37758 વિદ્યાર્થીઓએ   પરીક્ષા આપી હતી.478 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ છે. તો તોર્ષ 2020 ની તુલનાએ આ વખતે બોર્ડની પરીક્ષાનું પરિણામ 1 ટકા વધ્યું  છે. ડબકા કેન્દ્ર નું સૌથી ઓછું 27.37 ટકા પરિણામ આવ્યું છે, વાસણા કેન્દ્રનું સૌથી વધુ 77.82 ટકા પરિણામ આવ્યું  છે.પરિણામ આવતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ખુશખુશાલ થઇ ગયા છે.
હરણી વિસ્તારમાં આવેલી જય અંબે વિદ્યાલયમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવી અભિનદન આપ્યા હતા.વાલીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં શાળાએ પહોંચી ખુશી મનાવી હતી.




ધોરણ 10નું પરિણામ જાહેર, સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા પરિણામ જાહેર

સુરત જિલ્લાનુ સૌથી વધુ 75.64 ટકા પરિણામ જાહેર થયું છે. આ પરીક્ષામાં કુલ 7,81,702 નિયમિત પરીક્ષાર્થીઓ઼ પૈકી 7,72,771 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી  અને 5,03,726 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 65.18 ટકા જાહેર કરવામાં આવે છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 1,40,485 પરીક્ષાર્થીઓ પૈકી 1,33,520 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા . જેમાંથી 41,063 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 30.75 ટકા આવ્યું છે .