રાજકોટઃ રાજકોટમાં પરા પીપળીયા ગામ નજીક ભેદી સંજોગોમાં ગળું કપાયેલી હાલતમાં સાધુનો મૃતદેહ મળ્યો હતો.  સાધુની હત્યાના કેસમાં યુનિવર્સિટી પોલીસને મહત્વની કડી હાથ લાગી છે.  યુનિવર્સિટી પોલીસે હત્યાની ઘટનામાં એક દંપતિની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. મૃતક સાધુએ મહિલાની છેડતી કરતા હત્યા કરી નાંખવામાં આવી હોવાની પોલીસને શંકા છે.


પોલીસની પ્રાથમિક તપાસમાં રાજસ્થાનની બાવરી જાતિની મહિલાના પિતા સાથે સાધુ અહીં આવ્યો હોવાનું સામે આવ્યું છે તો પોલીસે જેની અટકાયત કરી છે તે પતિ-પત્ની ઘંટેશ્વર પાસે ખૂલી જગ્યામાં રહે છે.  હાલ તો મૃતક સાધુની ઓળખ મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે.  તો સાધુને રાજકોટ લાવનાર મહિલાના પિતાની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે.


 સુરેન્દ્રનગરમાં ભાજપ નેતાની હત્યા


સાયલા તાલુકાના ભાજપના નેતાની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી નાંખતા ભાજપના કાર્યકરોમાં ભારે ચકચાર મચી ગઈ છે. સાયલા તાલુકાના સુદામડા ગામે ભાજપના હોદ્દેદાર પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલા કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સાયલા તાલુકા ભાજપમાં કિસાન મોરચાના પ્રમુખ ખેંગારભાઈ રબારીનું આજે સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલ ખાતે મોત નિપજયું છે. જેને કારણે આ ગુનો હત્યામાં પરિણમ્યો છે. 


અંદાજે ૧૫થી વધુ અજાણ્યા શખ્શોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો તેમજ ૩ થી ૪ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ખેંગારભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અગાઉની ચૂંટણી બાબતનું મનદુઃખ રાખી હુમલો કર્યો હતો.


 


Omicron in India: ઓમિક્રોનને મ્હાત આપનારા Bengaluru ના ડોક્ટર ફરીથી Corona ની ઝપેટમાં, જાણો કેવા છે લક્ષણ


 


Omicron in India: ઓમિક્રોનને કારણે ભારતમાં આગામી આ મહિનામાં ત્રીજી લહેર આવી શકે છે, વૈજ્ઞાનિકે કર્યો દાવો


 


અમેરિકામાં બેંકમાં નાણાં મૂકવા ગયેલા ગુજરાતી પટેલ યુવકની હત્યા, દીકરીના બર્થ-ડે પર જ ગોળી મારી દેવાઈ...


 


Surat : કોર્ટે ફાંસીની સજા સંભળાવી ત્યારે નરાધમનું કેવું હતું વર્તન? જાણો વિગત