રાજકોટ લોધીકા સંઘના નવા ચેરમેન તરીકે નરેન્દ્રસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી હતી. રાજકોટ લોધીકા સંઘના નવા વાઇસ ચેરમેન તરીકે અરજણ રૈયાણીની નિયુક્તિ કરવામાં આવી છે.


રાજકોટ લોધીકા સંઘની ચૂંટણીમાં તમામ ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.  જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા મેન્ડેડ લઈને પહોંચ્યા હતા. નિયમ મુજબ ચૂંટણી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. પ્રાંત અધિકારી પણ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ જિલ્લાના સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા


Rajkot: ગોંડલ નગરપાલિકા દ્વારા પોલીસના બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ ઝુંબેશ


રાજકોટ: રાજકોટ ગોંડલ નગર પાલિકા દ્વારા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોંડલ શહેરના સેન્ટ્રલ ચોકથી  શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં ડીમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે.  ફૂટપાથ પરની રેકડી, લારીગલ્લા, છાપરા, ઓટા, સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા છે. 


શહેરમાં નગરપાલિકા સ્ટાફ દ્વારા પોલીસ, PGVCLના બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. ગોંડલ  નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરતા પેટીયું રળતા લારી ગલ્લાવાળા વેપારીઓ સહિતના લોકોમાં ફફડાટ છે. 


ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ


હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાનું સંકટ યથાવત રહેશે. દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ગીરસોમનાથ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે થી ત્રણ દિવસ ઓછો વરસાદ રહેશે , ત્યાર બાદ 4 થી 5 મેથી વરસાદ વધુ રહેશે. વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં જામનગર દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં કેટલીક જગ્યાએ વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, ભરૂચમાં વરસાદની આગાહી છે


Rajkot: લેઉવા પાટીદાર સમાજે શું કરી અનોખી પહેલ, જાણો વિગત


Rajkot: રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. લગ્ન પહેલા યુવક અને યુવતીઓની કુંડળીને બદલે હવે ફિંગર પ્રિન્ટનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રાજકોટ સૌરાષ્ટ્ર યુવા લેઉવા પટેલ યુવક સમાજ અને વર્ષા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાનાર સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં આ અનોખી પહેલ કરાશે.


લગ્ન પહેલા વરવધુઓના ડીએમઆઇ ટેસ્ટ કરવામાં આવશે.10 આંગળીઓના ફિંગર પ્રિન્ટ ચેક કરી રિપોર્ટ તૈયાર કરાશે. 46 પાના નો એક આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રિપોર્ટમાં સારી ખરાબ બાબતોનો ઉલ્લેખ કરાશે. યુવક-યુવતિના પસંદ, ના પસંદનો પણ રિપોર્ટ કરાશે. રિપોર્ટ આવ્યા બાદ યુવક-યુવતિના માતા પિતા ચર્ચા વિચારણા કરી શકશે