રાજકોટ: ઘણા લાંબા સમય બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આજે મીડિયા સમક્ષ બોલ્યા હતા. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના કાર્યક્રમમાં નરેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે ખોડલધામ ચેરમેન નરેશ પટેલનું નિવેદન આપ્યું હતું. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલે હાજરી આપી હતી. 


 



શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ કાર્યક્રમમાં મીડિયા સાથે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે વાત કરી હતી. સુરતમાં મનોજ સોરઠીયા પર હુમલો નિંદનીય ગણાવ્યો હતો. ચૂંટણી નજીક આવી છે ત્યારે આ પ્રકારે હુમલાઓ કરવા યોગ્ય નહીં. પાટીદાર મતદારોને પ્રભુત્વ ધરાવતી બેઠકો પર પાટીદારોને જ ટિકિટો આપવામાં આવે છે. ટિકિટો કોને આપવી તે નિર્ણય રાજકીય પાર્ટીઓ કરતી હોય છે તેમાં હું ખાસ કોઈ કોમેન્ટ નહિ કરું.


સુરતમાં કેજરીવાલે મહાઆરતીમાં લીધો ભાગ


Arvind Kejriwal Gujarat Visit: દિલ્લી સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે સાંજે તેઓ સુરત પહોંચ્યા હતા. જ્યાં આમ આદમી પાર્ટી દ્વારા ગણેશ સ્થાપન કરવામાં આવ્યું હતું તેમાં મહાઆરતીમાં ભાગ લીધો હતો. બાદમાં હાજર જનમેદનીને સંબોધિત કરી હતી.  અરવિંદ કેજરીવાલે પોતાના નિવેદનની શરૂઆત જય ગણેશ દેવાની સ્તુતિ સાથે કરી હતી. તેમણે કહ્યું, સુરતમાં વાયબ્રેશન છે, ખુદ ભગવાન મોજુદ છે. તમામ લોકોએ જોયું છે. મનોજ સોરઠીયા પર કરવામાં આવેલા હુમલા અંગે પણ નિવેદન આપ્યું હતું. આપ ગરીબોની સેવા કરી રહ્યું છે. અમારા કાર્યકર્તાઓ કેમ હુમલા કરવામાં આવે છે, ભગવાન પ્રભુ ખુદ કહે છે, જે લોકો સાચા માર્ગે ચાલે છે તેમને મુશ્કેલી આવે છે. આપણે સચ્ચાઈ માર્ગ પર ચાલવાનું છે. આપણે ગણપતિ સામે શપથ લઈએ, આપણે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બને દરેક વ્યક્તિ ખુશ હોય, ગરીબી દૂર થાય, તમામને શિક્ષણ મળે ત્યારે ભારત નંબર 1 બનશે. આપણે સૌ બહાદુર છીએ, પણ સિસ્ટમ ખરાબ છે એને બદલીશું.


કેજરીવાલની સુરેન્દ્રનગરમાં જાહેરાત


આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે પંચાયતોને લઈને જાહેરાત કરી છે. સરપંચોને દર મહિને 10 હજાર પગાર આપવામાં આવશે, તેવી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે. આ સિવાય 10 લાખ રૂપિયા પંચાયતો ને વિકાસ ના કામો કરવામાં આવશે. ગામના વી.સી.ને દર મહિને 20 હજાર પગાર આપવામાં આવશે. ગામના પંચાયત દ્વારા મોહલા ક્લિકનીક ખોલવામાં આવશે, દવાઓ પણ ફ્રી આપવામાં આવશે.


રાજકોટમાં કેજરીવાલનો ડોર ટુ ડોર પ્રચાર

રાજકોટઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકોટમાં ડોર ટુ પ્રચાર કર્યો હતો. રાજકોટના થોરાળા વિસ્તારમાં મધ્યમ વર્ગ મહિલાઓ સાથે વાતચીત કરી હતી. દિલ્હીની સરકાર જે કામગીરી કરી રહી છે તેને લઈને મહિલાઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. રાજકોટમાં લોકોના ઘરે જઈને અરવિંદ કેજરીવાલ લોકોને મળ્યા હતા. લોકોને મળીને ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા હતા.


રોજગારી અને મફત વીજળીના ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા છે. આ વિસ્તારના કોર્પોરેટર વશરામ સાગઠીયા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરી વાલે મહિલાઓ સાથે ખાસ વાતચીત કરી અને તેમના પ્રશ્નો પણ જાણ્યા હતા. લોકોએ કહ્યું આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો આ ગેરેન્ટી અમને અચૂક મળશે. રાજકોટમાં અરવિંદ કેજરીવાલના ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન થોડા વિસ્તારમાં કેજરીવાલનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું.