રાજકોટ: નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં તેના પર સમગ્ર ગુજરાતના લોકો નજર રાખીને બેઠા છે.  લોકો જાણવા માંગે છે કે નરેશ પટેલ રાજકારણમાં આવશે કે નહી ? જો આવશે તો તેઓ ક્યાં પક્ષમાં જોડાશે. નરેશ પટેલ સાંજે રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે પત્રકાર પરિષદ યોજશે. ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ રાજનીતિમાં જોડાશે કે નહીં તેના પર સસ્પેંશન યથાવત છે.  આજે નરેશ પટેલ પત્રકાર પરિષદ યોજશે. સાંજે પાંચ વાગ્યે રાજકોટના સરદાર ભવનમાં પત્રકાર પરિષદ સંબોધશે. અગાઉ નરેશ પટેલે કહ્યું હતું કે માર્ચ મહિનાના અંત સુધીમાં રાજકારણમાં જોડાઉ કે નહીં તે અંગે નિર્ણય જાહેર કરશે. 


આજની નરેશ પટેલની પત્રકાર પરિષદ પર સૌની નજર છે. જો કે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરીયાનું કહેવું છે કે પત્રકાર પરિષદ પહેલા ટ્રસ્ટીઓની બેઠક મળી છે.  નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે ખોડલધામની પોલીટીકલ સમિતી રિપોર્ટ સોંપ્યા બાદ લેશે નિર્ણય. સૂત્રોની જાણકારી અનુસાર નરેશ પટેલ હમણાં રાજકારણમાં નહી જોડાઈ, આગામી 15 એપ્રિલ આસપાસ નિર્ણય કરશે. 
 
આ પહેલા  નરેશ પટેલે 30 માર્ચ સુધીમાં રાજકારણમાં જોડાવુ કે નહીં તે અંગે નિર્ણય કરશે એવું જાહેર કરી ચૂક્યા છે. બાદમાં એપ્રિલ મહિનામાં રાજકારણમાં જોડાવા અંગેનો નિર્ણય જાહેર કરે એવું પણ ચર્ચામાં આવ્યું હતું. નરેશ પટેલ અગાઉ આમ આદમી પાર્ટીની કામગીરીનાં વખાણ કરી ચૂક્યા છે. 


 


પુત્ર શિવરાજ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું હતું


ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં જોડાવવાના નિર્ણયને લઇ પુત્ર શિવરાજ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે,   મારા પિતાએ  રાજકારણમાં જોડાવવું જ જોઈએ, પરિવાર તરફથી પિતાને પૂરો સપોર્ટ છે. પિતા 30 તારીખ બાદ પોતાનો નિર્ણય જાહેર કરશે. રાજકારણમાં જોડાયા બાદ શિક્ષણ અને આરોગ્ય પિતાનો પેહલો મુદ્દો હશે. પુત્રના નિવેદન પરથી નરેશભાઈના આપમાં જોડાવાના સંકેત જોવા મળી રહ્યા છે. કારણ કે શિક્ષણ અને આરોગ્ય આમ આદમી પાર્ટી હાલ આ મુદ્દા પર આગળ વધી રહી છે.