રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને વિવિધ રાજકીય પાર્ટીઓના નેતાઓ પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. જો કે રાજકીય આગેવાનોની સાથે સાથે વિવિધ સમાજના આગેવાનો પણ એક્ટિવ થઈ ગયા છે. પાટીદાર સમાજના જાણીતા આગેવાન નરેશ પટેલ ઘણા સમયથી રાજકારણમાં સક્રિયરીતે એક્ટિવ થવાના એંધાણ આપ્યા હતા. જો કે બાદમાં કોંગ્રેસ સાથે વાત આગળ ન હોવાની વાત સામે આવી હતી.

Continues below advertisement

આ બધી અટકળો વચ્ચે હવે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે પ્રધાનમંત્રી મોદી સાથે દિલ્લી ખાતે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું છે. તમને જણાવી દઈએ કે, નરેશ પટેલ સાથે ટ્રસ્ટી રમેશ ટીલાળા અને દિનેશ કુંભાણીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. જો કે આ મુલાકાત દરમિયાન કોઈ રાજકીય ચર્ચા ન થઇ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. માત્ર શુભેચ્છા મુલાકાત હોવાનો દાવો રમેશ ટીલાળાએ કર્યો છે. જો કે, વિધાનસભાની ચૂંટણીના સમયે નરેશ પટેલની પીએમ મોદી સાથે મુલાકાતના અનેક તર્ક વિતર્કો કાઢવામાં આવી રહ્યા છે.

છેલ્લી ઘડીએ બસનું રિઝર્વશન કેન્સલ 

ગુજરાતમાં દિવાળીના તહેવારને પગલે લોકો વતન ભણી જઈ રહ્યા છે. જેને કારણે એસટી બસ અને પ્રાઇવેટ બસોમાં ભારે ભીડ જોવા મળી છે. દિવાળીમાં વતન જઈ રહેલા મુસાફરો સાથે એબીપી અસ્મિતાએ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એસટી બસનું રિઝર્વેશન છેલ્લી ઘડીએ કેન્સલ થઈ જતાં કેટલાક મુસાફરોએ બળાપો કાઢ્યો હતો. 

Continues below advertisement

એક મુસાફરે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર જવા માટે અમારી બસનો ટાઇમ 8.45નો હતો. 10 વાગ્યે બસ આવી. અમે એક્સ્ટ્રા બસનું ન્યુઝમાં જોયું હતું. કોઈ એક બસ મળી નથી. રિઝર્વેશ હતા એ પણ કેન્સલ થઈ ગયા છે. એટલે અમે તો સખત કંટાળી ગયા છીએ આ ભાજપથી હવે. 

અન્ય એક મુસાફરે કહ્યું હતું કે, દોઢ મહિના પહેલા અમદાવાદથી સોનગઢ માટે બૂકિંગ કરાવ્યું હતું. લાસ્ટ રવિવારે મને મેસેજ આવ્યો કે, બસ આખી કેન્સલ થઈ ગઈ છે. એટલે હવે મારે અમદાવાદથી ભાવનગરની બસ કરવી પડી અને ત્યાંથી મારા ગામ જઇશ. તો પછી એડવાન્સ બૂકિંગનો શું મિનિંગ?  અનિવાર્ય સંજોગોમાં બસ કેન્સલ કરી એવું કારણ આપ્યું. બીજા એક મુસાફરે કહ્યું કે, મેં 15 દિવસ પહેલા બસનું બૂકિંગ કરાવ્યું હતું. એ પણ મને છેલ્લી સીટમાં મળ્યું હતું. એટલે એડિશનલ બસો મુકી હોય એવું કંઇ લાગતું નથી. 

દિવાળીના તહેવારની શરૂઆત સાથે  વતનમાં જવા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી. એસટી નિગમ દ્વારા વધરનાની બસ દોડવાઈ રહી છે. દિવાળીના તહેવાર માટે વધારાની 2300 દોડવાઇ. 

વેકેશન શરૂ થતાં લોકો માદરે વતન જવા રવાના થયા છે. સુરત બસ સ્ટેન્ડ પર ભારે ભીડ છે. ખાસ કરીને કામદાર વર્ગ દાહોદ ગોધરા જવા રવાના. દિવાળીના તહેવારમાં મુસાફરોની માર્ગને પહોંચી વળવા એસટી વિભાગ વધારાની બસ દોડાવી રહ્યું છે. 24 તારીખથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની એક્સ્ટ્રા બસો દોડશે. બુધવાર અને ગુરૂવાર આમ બે દિવસ સુરત થી એસટી બસોની 207 ટ્રીપો દોડાવાઇ હતી. જેનાથી 30,46,504 રૂપિયાની આવક થઈ હતી. દિવાળીના દિવસ સુધી સુરતથી એક્સ્ટ્રા સંચાલિત કરવામાં આવશે. એસટી ભાગને બે દિવસમાં 30 લાખની એક્સ્ટ્રા કમાણી થઈ.