Rajkot: રાજકોટ શહેરમાં આવનારી નવરાત્રીની ઉજવણી અંગે શહેર પોલીસ કમિશનરે પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્ર મુજબ રાજકોટ શહેરમાં નવરાત્રી દરમિયાન રાત્રે 10 વાગ્યા સુધી જ લાઉડ સ્પિકર ચાલુ રાખી શકાશે. ત્યારે રાજકોટ પોલીસ કમિશનરના આ પરિપત્રથી વધુ એક નવો વિવાદ સર્જાયો છે.
ગરબા આયોજકો સાથે થઈ હતી મિટીંગ
રાજકોટ પોલીસ કમિશનર દ્વારા આજે નવરાત્રી સંચાલકો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નવરાત્રી દરમિયાન ગરબા માત્ર રાત્રીના 10 વાગ્યા સુધી ચાલુ રાખવાની સૂચનાઓ જાહેર કરાઈ છે. આ સુચનાઓ અંગે પોલીસ દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ રાત્રીના 10 વાગ્યા સુધી જ ગરબા ચાલુ રાખવાની પરવાનગી અપાઈ છે. રાત્રીના 10 વાગ્યા બાદ પોગ્રામ ચાલુ રાખવામાં આવશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે.
પોલીસને આપવી પડશે તમામ વિગતોઃ
આ ઉપરાંત નવરાત્રીનું આયોજન કરતા આયોજકોએ ગરબા ગ્રાઉન્ડ પર રાખવામાં આવતી ખાનગી સિક્યોરિટી અને સીસીટીવી સહિતની વિગતો રવિવાર સુધીમાં પોલીસને જમાં કરાવવાની રહેશે. જો આ વિગતો પોલીસને રવિવાર સુધી નહી આપવામાં આવે તો ગરબા આયોજકને મળેલી પરવાનગી રદ કરવા સુધીની કાર્યવાહી પણ પોલીસ કરશે.
10 વાગ્યા બાદ લાઉડ સ્પીકર બંધઃ
રાજકોટ નવરાત્રિને લઈને ગરબા આયોજકો સાથે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે મિટિંગ કરી હતી. આ મિટીંગમાં ગરબા આયોજકોને પોલીસ કમિશનરે સ્પષ્ટ સૂચના આપી હતી કે, રાત્રે 10 વાગ્યા પછી લાઉડ સ્પીકર ચાલુ નહિ રાખી શકાય. જો 10 વાગ્યા બાદ લાઉડ સ્પીકર ચાલુ હશે તો પોલીસ કાર્યવાહી કરશે. હવે રાજકોટ શહેર પોલીસ કમિશનરની આ સુચનાથી આયોજકો અને ખેલૈયાઓમાં નારાજગી વ્યાપી શકે છે.
નવરાત્રીમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી
Navratri 2022 : નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, નવરાત્રીમાં સામાન્ય વરસાદ રહેશે. નવરાત્રીમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. 23 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ રહેશે. રાજ્યમાં ભારે વરસાદની શકયતા નહિવત છે.
25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં રહેશે વરસાદ .ચોમાસુ વિદાય લેવાની કચ્છથી શરૂઆત થઈ છે. જતાજતા કેટલાક વિસ્તરાઓમાં વરસાદ રહે તેવી શકયતા છે.