કોરોનાના વધતા કહેર વચ્ચે રાજકોટ માટે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ સિવિલ હૉસ્પિટલની બહાર રોજ એમ્બ્યુલન્સની લાઈનો લાગતી હતી. પરંતુ આજે એક પણ એમ્બ્યુલન્સની લાઈનમાં જોવા મળી રહી નથી. દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ થવા માટે રાહ જોવા પડી રહી નથી. 15 દિવસ બાદ એકપણ દર્દી દાખલ માટે લાઈનમાં જોવા નથી મળ્યો. સાથે જ મંગળવારની તુલનામાં બુધવારે રાજકોટમાં 100 કેસ ઓછા નોંધાયા છે. રાહતની વાત તે છે કે વધુ 692 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. સાથે જ હૉસ્પિટલની બહાર લાગતી એમ્બ્યુલન્સની કતારો પણ જોવા મળી રહી નથી.


રાજ્યમાં કોરોના સામેની જંગ જિતનારા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. બુધવારે વધુ 8 હજાર 595 લોકો થયા સંક્રમણ મુક્ત અમદાવાદમાં સૌથી વધુ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. અહીં કોરોનાને મ્હાત આપીને સાજા થયેલા આશરે 2 હજાર 206 દર્દીને હોસ્પિટલમાંથી અપાઈ રજા. તો સુરત શહેરમાં એક જ દિવસમાં 1 હજાર 620 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી ગયા છે. જ્યારે રાજકોટ શહેરમાં 692, વડોદરા શહેરમાં 326 જામનગર શહેરમાં 353, ભાવનગર શહેરમાં 110, અને જૂનાગઢ શહેરમાં 75 અને ગાંધીનગરમાં 85 દર્દીઓ કોરોનામુક્ત થયા. રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થતા દર્દીની સંખ્યા વધતા રિકવરી રેટ પહોંચી ગયો છે 74.01 ટકા પર. અત્યાર સુધીમાં રાજ્યમાં 3 લાખ 98 હજાર 824 લોકો જીતી કોરોના સામેની જંગ ચૂક્યા છે.


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 14120 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે મંગળવારે કોરોનાના 14352 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી નવા કેસની સંખ્યમાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 174 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 6830 પર પહોંચી ગયો છે.


રાજ્યમાં ગઈકાલે 8595 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી3,98,824 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 33 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,33,191 પર પહોંચ્યો છે. જેમાંથી 421 લોકો વેન્ટિલેટર પર અને 1,32,770 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.01 ટકા છે.


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 26, સુરત કોર્પોરેશન-16, વડોદરા કોર્પોરેશન-11, મહેસાણા-2, જામનગર કોર્પોરેશન- 14, રાજકોટ કોર્પોરેશન-9, સુરત-3, જામનગર-11, સુરેન્દ્રનગર-8, વડોદરા-5, બનાસકાંઠા-6, કચ્છ-10, દાહોદ-3, પાટણ-2, ગાંધીનગર-2, ગાંધીનગર કોર્પોરેશન-0, મહીસાગર-2, નવસારી-1, જુનાગઢ-4, ભરુચ-5, પંચમહાલ-1, આણંદ 1, જુનાગઢ કોર્પોરેશન-3, આણંદ-1, અરવલ્લી-3, સાબરકાંઠા-8, મોરબી-5, રાજકોટ-6, છોટા ઉદેપુર-2, દેવભૂમિ દ્વારકામાં 5ના મૃત્યુ સાથે કુલ 174 લોકોના મોત થયા છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા ?


 અમદાવાદ કોર્પોરેશનમાં 5672, સુરત કોર્પોરેશન-1764, વડોદરા કોર્પોરેશન-622, મહેસાણા-491, જામનગર કોર્પોરેશન- 407, રાજકોટ કોર્પોરેશન-363, સુરત-352, જામનગર-314, સુરેન્દ્રનગર-251, ભાવનગર કોર્પોરેશન-250, વડોદરા-236, બનાસકાંઠા-233, કચ્છ-183, દાહોદ-181, પાટણ-182, ગાંધીનગર-162, ગાંધીનગર કોર્પોરેશન-162, મહીસાગર-155, નવસારી-140, ખેડા-139, તાપી-138, અમરેલી-137, ભાવનગર-135,. ગીર સોમનાથ-128,  જુનાગઢ-127, ભરુચ-123, પંચમહાલ-123, વલસાડ-119, જુનાગઢ કોર્પોરેશન-110, આણંદ-109, અરવલ્લી-94, સાબરકાંઠા-84, મોરબી-74, રાજકોટ-71, છોટા ઉદેપુર-58, દેવભૂમિ દ્વારકામાં 41, પોરબંદરમાં 34, ડાંગમાં 19 અને બોટાદમાં 10 કેસ સાથે કુલ 14120 કેસ નોંધાયા છે.


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 95,64,559 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 21,93,303 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,17,57,862 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.