રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ત્યારે કોરોનાના વધી રહેલા સંક્રમણને પગલે રાજકોટમાં આગામી ત્રણ દિવસ ચાની કિટલીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી શનિ , રવિ, સોમ એમ ત્રણ દિવસ શહેરમાં ચાની કિટલીઓ બંધ રહેશે.


કોરોનાના કેસો વધલા લાગતા ચા હોટલ એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે. 1200 કરતા વધારે ચાની કિટલીઓ આગામી ત્રણ દિવસ માટે શહેરમાં બંધ રાખવામાં આવશે. નોંધનીય છે કે, રાજકોટ જિલ્લામાં હાલ કોરોનાના 334 એક્ટિવ કેસો છે. જ્યારે 178 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ 17 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા કેટલાક દિવસથી કેસો વધવા લાગતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.