Gir Lion : રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં ફરી સિંહ પહોંચ્યા છે. દર વર્ષે શિયાળામાં આ વિસ્તારમાં સિંહ આવી જાય છે. ગોંડલ તાલુકાના હડમડીયા ગામે સિંહે બે આખલાના મારણ કર્યા. મારણ કરેલ આખલાની મિજબાની માણવા આવ્યો. ખેડૂત ઈશાભાઈ મુસાભાઈ નાકાણીની વાડીમાં કરેલ મારણ પાસે જોવા મળ્યો સિંહ. ડાલામથો સિંહ જોવા મળતા ગોંડલ વનવિભાગના કર્મચારીઓ અને સરપંચ કરણસિંહ જાડેજા ઘટના સ્થળે.
અમરેલી-જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામની બજારમા પશુનો શિકાર. શિકારની શોધમાં આવેલા સિંહ દ્વારા ગામના પશુનો શિકાર કર્યો. સિંહ દ્વારા પશુનો શિકારના લાઈવ દ્રશ્યો કેદ. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામા કેદ થઈ.
Aanand: સુરતથી અમરેલી જતી લક્ઝરી બસે બગોદરા હાઈવે પર મારી પલટી, 30 મુસાફરો હતા સવાર
આણંદઃ સુરતથી અમરેલીના બાબરા જતી લકઝરી બસ બોરસદ પાસે એક્સપ્રેસ વે ઉપર પલ્ટી મારી હતી. સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. સુરતથી બાબરા ખાતે જતી હતી લકઝરી બસ. બોરસદના બોદાલ સીમ પાસેથી પસાર થતા વાસદ બગોદરા હાઈવે પર લક્ઝરી પલ્ટી મારી હતી. જેમાં 30 જેટલા મુસાફરો સવાર હતા. રાત્રીના 2:30 કલાકે લક્ઝરી બસ પલ્ટી મારી ગઈ હતી. જેમાં 10 જેટલા મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં ઇજાઓ પહોંચી હતી. આસોદર ચોકડી અને બોદાલ વચ્ચે પલ્ટી મારી હતી.
અમદાવાદમાં કાર ચાલકે એકનો લીધો ભોગ
સિંધુભવન રોડ પર શીલજ જતાં રસ્તા પર અકસ્માત સર્જાતા 1 યુવકનું મૃત્યુ થયું છે. કાર ચાલકની બેદરકારીના કારણે યુવકનું મોત નિપજ્યું છે. અમદાવાદમાં કાર ચાલકની બેદરકારીના કારણે યુવકે જીવ ગુમાવ્યો, અમદાવાદના સિંઘુ ભવન રોડ પર કાર ચાલક હેન્ડ બ્રેક માર્યા વિના જ બહાર નીકળતાં યુવક હડફેટે આવી ગયો હતો. યુવકને ગંભીર ઇજા થતાં તેનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે કાર ચાલક વિરૂદ્ધ 304 (એ)ની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાની કંપનીમાં લાગી આગ, ફાયરની 8 ગાડી ઘટના સ્થળે, મેજર કોલ જાહેર
વડોદરા હાલોલ રોડ પર હાઈ ટેન્શન લાઈન તુટતા આગનો બનાવ બન્યો છે. આગ એટલી ગંભીર છે કે, મેજર કોલ જાહેર કરાયો છે. ક્રિષ્ના આશરોય કંપનીમાં આગની ઘટના ઘટી છે. ટાયર્સ, બેટરી, મોટર સાયકલના સ્પેર પાર્ટ સહિત ગેસના બાટલા આગની ઝપેટમા આવી ગયા છે. ગેસના બાટલા ફાટતા પાંચ કિમી દુર દુર સુઘી ધડાકો સંભડાયો છે. તો બીજી તરફ વડોદરા હાલોલ અને હાલોલ વડોદરા રોડ સુરક્ષાના ભાગે બંધ કરાયો છે. બે કિમીના એરીયામા જીવંત વિજ વાયર તુટી પડતા અવરજવર બંધ કરાઈ છે. હાલમાં જરોદ પોલીસનો કાફલો મુખ્ય રોડ પર ખડકી દેવાયો છે.