રાજકોટ: ખોડલ ધામ ખાતે પાસ આગેવાન અને નરેશ પટેલ વચ્ચેની બેઠક પૂર્ણ થઈ છે. એક કલાક સુધી બંધ બારણે બેઠક ચાલી. બેઠક નરેશ પટેલ સાથે પાસ નેતા અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા અને ધાર્મિક માલવીયા વચ્ચે બેઠક મળી. પાસ નેતા અલ્પેશ કથીરિયાએ નિવેદન આપ્યું કે, બેઠકમાં પાટીદાર આંદોલનને લઈને કેસ પાછા ખેંચવાને લઈને થઈ ચર્ચા. શાહિદના પરિવાર જનોને નોકરી આપવા બાબતે થઈ ચર્ચા. નરેશ પટેલ અને આગેવાનોની સરકાર સાથે ચર્ચા ચાલી રહી છે. અગાઉ કેસો પરત ખેંચવા મામલે સરકારે આપેલો 3 મહિનાનો સમય આગામી 6 માર્ચે પુર્ણ થાય છે. 3 મહિનામાં સરકાર દ્વારા થયેલ કામગીરીની સરકાર સાથે નરેશ પટેલ ચર્ચા કરશે.


અલ્પેશ કહ્યું કે, આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં પાસ અગેવનોની મીટીંગ મળશે ત્યાર બાદ કાર્યકર્મોની જાહેરાત થશે. જિલ્લા અને તાલુકા કક્ષાએ આવેદનો આપવામાં આવશે. સત્તાધમાં બેઠેલા પક્ષના નેતાઓને ગુલાબ આપવામાં આવશે. 


પાટીદાર આંદોલન સમયના કેસ પરત નહીં ખેંચાય તો આંદોલન કરવાની હાર્દિક પટેલે ચિમકી ઉચ્ચારી છે. 23મી માર્ચ સુધીમાં કેસ પરત ખેંચવાનો નિર્ણય નહીં થાય તો હાર્દિક આંદોલન કરશે. પાટીદાર ધારાસભ્યોને ગુલાબનું ફૂલ આપીને રજૂઆતો કરીશું, તેમ હાર્દિકે કહ્યું હતું. હાર્દિકે ઉમેર્યું હતું કે, 6 માર્ચથી સંઘર્ષના સાથી તરીકેનો સમાજ કાર્યક્રમ કરાશે. પાટીદારો વિરુદ્ધના કેસ પાછા ખેંચવાનું 23 માર્ચ સુધી હાર્દિક પટેલે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે.


હાર્દિકે કહ્યું કે, મારા સિવાયના તમામ કેસ પરત ખેંચ તેવી મારી વિનંત છે. જેમના પર કેસ થયા છે, તે સરકારી નોકરી માટે અરજી નથી કરી શકતા. આંદોલનથી ગુજરાતના તમામ વર્ગના લોકોને લાભલ મળ્યા. પાટીદાર આંદોલન સમયના કેસ પરત ખેંચવા નરેશ પટેલ પણ રજૂઆત કરી ચૂક્યા છે. આંદોલન સમયના કેસ પરત ખેંચવા પાટીદાર સમાજના નેતાઓએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી છે. હજુ પણ રાજ્યથી ચારથી પાંચ હજાર પાટીદારો સામે કેસ પાછા ખેંચાયા નથી. 



મુખ્યમંત્રી અને સીઆર પાટીલે વચન આપ્યા બાદ પણ કેસ પાછા ખેંચાયા નથી. પાટીદાર ધારાસભ્યો અને સાંસદ સભ્યોની રજૂઆત બાદ પણ કેસ પરત ખેંચાયા નથી. સાસંદ રમેશ ધડૂકે પણ પાટીદારો સામેના કેસ પરત ખેંચવાની રજૂઆત કરી હતી. રાજ્યની ભાજપ સરકાર પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરે છે. મારી સામે દ્વેશભાવ હોય તો કેસ પરત ન ખેંચો, પરંતુ અન્ય સામેને કેસ પાછા ખેંચો. 23 માર્ચ સુધીમાં પાટીદારો સામેના કેસ પરત નહીં ખેચાય તો અમે આંદોલન કરીશું.