રાજકોટઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ટ્વીટ પર MLA વિરજી ઠુમ્મરનું નિવેદન સામે આવ્યું છે. જમીન સોદામાં રૂ. પ૦૦ કરોડનો ભ્રષ્ટ્રાચાર થયો છે.  ૧૧૧ એકર જમીનના ઝોન ફેરની વાત છે. વિજયભાઇ રૂ. ૭૫ કરોડની જગ્યાનો દાવો કરે છે. રૂ. ૮૦ કરોડમાં જગ્યા વેચવી હોય તો મારી પાસે ઘણા ખરીદદાર છે. આનંદપરમાં એક એકરનો ભાવ પાંચ કરોડ છે. આ જમીન રૂ. ૧૦૦૦ કરોડ કરતાં વધારેની કિંમતની છે. અમે ફેક્ટ રજુ કર્યું છે એમાં જો કોઇ ખોટું હોય તો માહિતી આપવા વાળા સામે પગલાં લઇ શકો છો.

Continues below advertisement




500 કરોડના કૌભાંડના કોંગ્રેસના આરોપોને પૂર્વ સીએમ વિજય રુપાણીએ ફગાવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યુ કે આ તેમને બદનામ કરવાનું ષઢયંત્ર છે. 500 કરોડ તો શું 5 રુપિયાનું પણ કૌભાંડ નથી થયુ. કોંગ્રેસનું જહાજ ડૂબી રહ્યુ છે એટલે મુદ્દાથી ધ્યાન ભટકાવવા કોંગ્રેસ ચાલ ચાલી રહી છે.  વિજય રુપાણીએ કોઈ પણ જાતની તપાસ માટે પણ તૈયારી બતાવી છે.  સવાલ પણ ઉઠાવ્યો કે જમીન જ કુલ 75 કરોડની છે તો પછી 500 કરોડનું કૌભાંડ કેમ થઈ શકે ?


રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ 3 પેઈજનો પત્ર  ટ્વિટ કરી તમામ આરોપોને ફગાવી દિધા છે. વિજયભાઈએ કહ્યું,   500 કરોડનાં ભ્રષ્ટાચારનાં વાહિયાત આક્ષેપો મને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર કોંગેસનું જહાજ ડૂબી રહ્યું છે, નેતાઓ ભાજપ ભણી દોટ મૂકી રહ્યા છે, એ મુદ્દાથી ધ્યાન ભટકાવવા ગુજરાત કૉંગ્રેસની ચાલ છે. 500 કરોડ રૂપિયાનું તો શું, 5 રૂપિયાનું પણ કૌભાંડ થયું નથી. કમળો હોય તેને પીળું જ દેખાવાનું છે.