Gondal, Ganesh, Gabbar! ગોંડલના રાજકીય અગ્રણીઓ પહોંચ્યા જયરાજસિંહ જાડેજાના ઘરે, કથીરિયા પરત ફર્યાનો ગણેશનો દાવો

Gondal, Ganesh, Gabbar: ગણેશ જાડેજા-અલ્પેશ કથીરિયા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વાક્યુદ્ધના કારણએ ગોંડલનું રાજકારણ ગરમાયું છે. આજે કથીરિયા સહિતના પાટીદાર આગેવાનો ગોંડલમાં પહોંચી રહ્યા છે.

gujarati.abplive.com Last Updated: 27 Apr 2025 01:01 PM

બ્રેકગ્રાઉન્ડ

Gondal, Ganesh, Gabbar: ગોંડલમાં ગણેશ જાડેજા-અલ્પેશ કથીરિયા વચ્ચે સોશલ મીડિયા પર વોર ચાલી રહી છે. ગણેશ જાડેજાએ આપેલા પડકારને અલ્પેશ કથીરિયાએ ઝીલ્યો છે. તેમણે  સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું...More

ગોંડલમાં 2027ની ચૂંટણીમાં વરરાજા બનીને આવો,અણવર બનીને નહીં-જયરાજસિંહ જાડેજા

સુરતના અગ્રણીઓના આક્ષેપો બાદ પ્રથમ વખત જયરાજસિંહ જાડેજા મીડિયા સમક્ષ આવ્યા હતા. જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે,  બહારથી આવેલા લોકો ગોંડલમાં બદનામ કરી રહ્યા છે. ગોંડલમાં પાટીદાર સમાજ કોઈ ભયમાં છે જ નહીં. ગોંડલના તમામ પાટીદારો અમારી સાથે છે કોઈ જ ભય નથી.  ગોંડલમાં 2027 ની ચૂંટણીમાં વરરાજા બનીને આવો,અણવર બનીને નહીં. ટિકિટ આપવાનું કામ હાઈ-કમાન્ડનું છે મારું નથી. આ બાબતે હાઈકમાન્ડને હું ગંભીરતાપૂર્વક રજૂઆત કરીશ. ગોંડલના પાટીદાર અગ્રણીઓ અને પાટીદાર સમાજ મારી સાથે છે.