PM Modi Gujarat Visit: 20થી 25 વર્ષ પહેલા ગુજરાતની વ્યવસ્થાઓમાં બહુ બીમારી હતી, સૌથી મોટી બીમારી હતી વોટબેંકની રાજનીતિઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે

gujarati.abplive.com Last Updated: 11 Oct 2022 03:26 PM
પહેલા શિક્ષણ માટે યુવાઓને બહાર જવું પડતું હતું

20થી 25 વર્ષ પહેલા ગુજરાતની વ્યવસ્થાઓમાં બહુ બીમારી હતી, સૌથી મોટી બીમારી હતી વોટબેંકની રાજનીતિ. જૂની પેઠીના લોકોને આ તમામ વાતો યાદ હશે. પહેલા શિક્ષણ માટે યુવાઓને બહાર જવું પડતું હતું. આજે ગુજરાત તમામ બીમારીઓને પાછળ મૂકી સૌથી આગળ છે. હાઈટેક હોસ્પિટલોમાં ગુજરાતનું નામ સૌથી આગળ હોય છે. 

20થી 25 વર્ષ પહેલા ગુજરાતની વ્યવસ્થાઓમાં બહુ બીમારી હતી, સૌથી મોટી બીમારી હતી વોટબેંકની રાજનીતિઃ નરેન્દ્ર મોદી

20થી 25 વર્ષ પહેલા ગુજરાતની વ્યવસ્થાઓમાં બહુ બીમારી હતી, સૌથી મોટી બીમારી હતી વોટબેંકની રાજનીતિ

બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સુવિધા શરૂ થઈઃ નરેન્દ્ર મોદી

બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સુવિધા શરૂ થઈ. 3 વર્ષ પહેલા 1200 બેડની હોસ્પિટલ ખુલ્લી મુકવાનો મોકો મળ્યો હતો. પ્રાઇવેટ હોસ્પિટલમાં ન જઈ શકતા લોકો માટે સરકારી હોસ્પિટલ આશીર્વાદરૂપ બનશે. 

ગુજરાતમાં આરોગ્ય સુવિધાઓ માટે એક મોટો દિવસ છેઃ નરેન્દ્ર મોદી

સિવિલ હોસ્પિટલ એક નાનું ગામ હોય એવું છે. ગુજરાતમાં આરોગ્ય સુવિધાઓ માટે એક મોટો દિવસ છે. આ મહત્વપૂર્ણ કામને આગળ વધારવા માટે ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમો ખૂબ ખૂબ આભાર.

મોદીએ દર્દીઓ સાથે કર્યો સંવાદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે દર્દીઓ સાથે સંવાદ કરી રહ્યા છે.

અલગ અલગ 10 પ્રોજેક્ટના પીએમના હસ્તે લોકાર્પણ

અલગ અલગ 10 પ્રોજેક્ટના પીએમના હસ્તે લોકાર્પણ. કેટલાક દર્દીઓ સાથે વાત કરશે પીએમ. 33 કેન્દ્રોના દર્દીઓ કેન્સર અને કિડનીના દર્દીઓ છે.

આજે 1275 કરોડના કાર્યની ભેટ પીએમ આપવાના છેઃ ભૂપેન્દ્ર પટેલ

આજે 1275 કરોડના કાર્યની ભેટ પીએમ આપવાના છે. લોકોની નાડ પારખીને ભેટ આપતા આવ્યા છે પીએમ. પહેલાના શાસકો આ હોસ્પિટલમાં મશીન મુક્યાં એટલે વાત પતી ગઈ એમ માનતા. પીએમ મોદીએ દર્દીઓનું જ નહીં તેમના સગાઓની પણ ચિંતા કરી. ડોકટર જ નહીં રેસિડેન્ટ તબીબોનો પણ વિચાર કર્યો. કિડની કેન્સર હૃદય ડેન્ટલ સ્પાઇન હોસ્પિટલ ઉપલબ્ધ છે. નવી લેબોરેટરી સહિતનું આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. 1164 કરોડના અને અન્ય જિલ્લાઓમાં 134 કરોડના કાર્ય આજે પીએમના હસ્તે મળનાર છે. ગુજરાતના સીએમ બન્યા બાદ જ તેમણે માળખાને સુદ્રઢ બનાવવા પ્રયાસ ચાલુ કરી દીધા હતા.

ગુજરાત આધુનિક અને મલ્ટીમોડલ માળખાકીય સુવિધા માટે જાણીતુ છે

લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે 20 વર્ષમાં ગુજરાતનો વિકાસ ન થયો હોત તો યુવાનોનું ભવિષ્ય અંધકારમય હોય. વેપાર, કૃષિ, મેડિકલ ક્ષેત્રે ગુજરાત નવા નવા રેકોર્ડ સર્જી રહ્યું છે. રાજકોટની એન્જિનિયરીંગ ક્ષેત્રની હરણફાળ ગૌરવ સમાન છે. ગુજરાત આધુનિક અને મલ્ટીમોડલ માળખાકીય સુવિધા માટે જાણીતુ છે. રો રો ફેરી શરૂ થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે સમન્વય વધ્યો છે. સૌરાષ્ટ્રના બંદરો વેપારનું પ્રવેશદ્વાર છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી રાજકોટ અને સૌરાષ્ટ્ર દુનિયા સાથે સીધું જોડાશે. અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ માટે ગુજરાત પ્રથમ પસંદગી છે. છેલ્લા 20 વર્ષમાં આઇટીઆઇ કોલેજો વધીને 600 થઇ છે. ફાર્મસી કોલેજોની સંખ્યામાં પણ વધારો થયો છે.

20 વર્ષમાં મેડિકલ કોલેજોની સંખ્યા 11થી વધારીને 36 કરાઇ છે

વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે 20 વર્ષમાં મેડિકલ કોલેજોની સંખ્યા 11થી વધારીને 36 કરાઇ છે. એન્જિનિયરીંગ અને મેડિકલનો અભ્યાસ માતૃભાષામાં શરૂ કરાયો. ઘરે-ઘરે પાણી અને 24 કલાક વિજળી તે નાગરિકોની અપેક્ષા હતી. ભાજપ સરકારે તે પૂર્ણ કરી. અગાઉના વર્ષોમાં ભય અને આતંક વચ્ચે જીવવા ગુજરાત મજબૂર હતું.  પરિસ્થિતિ બદલાતા હવે દુનિયા પ્રવાસ માટે ગુજરાત આવે છે. ટીકા સહન કરીને પણ ભ્રષ્ટાચારમુક્ત ભારતનો સંકલ્પ પૂર્ણ કરીશ. મારા રાજકીય કારકિર્દીની શરૂઆત રાજકોટથી થઇ હતી. રાજકોટ જલારામબાપા અને મા ખોડિયારના પવિત્ર આશીર્વાદની ભૂમિ છે.

આજે દેશના બે મહાન પુરુષોની જયંતિ છે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે  ભાજપ પર અતૂટ વિશ્વાસ મુકવા બદલ રાજકોટ અને કાઠીયાવાડનો આભાર માન્યો હતો. ભાજપની સરકારમાં ગુજરાતનો સર્વોંગી વિકાસ થયો છે. અહેવાલો પ્રમાણે હું પહેલો એવો પ્રધાનમંત્રી છું, જે પ્રથમવાર જામકંડોરણા આવ્યો હતો.  જામકંડોરણાની ભૂમિ પર આવતા જ વિઠ્ઠલભાઇની યાદ જરૂર આવે છે. આજે દેશના બે મહાન પુરુષોની જયંતિ છે. જયપ્રકાશ નારાયણ અને નાનાજી દેશમુખની આજે જન્મજયંતિ છે. નાનાજી દેશમુખ સાથે વર્ષો સુધી કામ કરવાની મને તક મળી છે. નાનાજી દેશમુખનું જીવન મારા માટે આદર્શ છે.

વિરોધીઓના છાતીના પાટીયા બેસી જાય એટલી જનમેદની છે

સીઆર પાટીલે કહ્યું કે વડાપ્રધાન મોદીને આવકારવા રાજકોટ જિલ્લો જામકંડોરણામાં ઉભરાયો છે. વિરોધીઓના છાતીના પાટીયા બેસી જાય એટલી જનમેદની છે. ડબલ એન્જિનની સરકાર અનેક યોજનાથી લોકોની જરૂરિયાત પુરી કરી રહી છે. કોગ્રેસનું કામ નહી કારનામા બોલે છે. કોગ્રેસ ચોક્કસ જ્ઞાતિઓ પર ભરોસો કરીને આગળ વધવા માંગે છે. કોરોનાની મહામારીમાં એક પણ વ્યક્તિ ભૂખમરાથી મર્યો નથી

વિકાસ અને ગુજરાત એકબીજાના પર્યાયઃ મોદી

મોદીએ કહ્યું, અત્યારનું ગુજરાત વડીલો માટે સ્વપ્ન સમાન છે, આજનો વિકાસ જોઈને વડીલોની આંખમાં ચમક જોવા મળે છે. ભાજપની સરકારમાં ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો છે. ગુજરાતના કોઈ વિસ્તારમાં અભાવનો પ્રભાવ ન થાય તેનું ધ્યાન રાખ્યું છે. અગાઉના વર્ષોમાં ગુજરાતમાં હુલ્લડોની ભરમાર હતી. આયોજન સાથે સમસ્યાને બદલી શકાય તે અમે કરી બતાવ્યું. વિકાસ અને ગુજરાત એકબીજાના પર્યાય છે.

જામકંડોરણાની ધરતી પર આવતાં જ વિઠ્ઠલભાઈ રાદડીયાની યાદ આવેઃ મોદી

જામકંડોરણામાં આવું દ્રશ્ય પ્રથમ વખત સર્જાયું. જામકંડોરણાની ધરતી પર આવતાં જ વિઠ્ઠલભાઈ રાદડીયાની યાદ આવે. અહેવાલો પ્રમાણે હું એવો પહેલો પ્રધાનમંત્રી છું જે જામકંડોરણા આવ્યો.

રાજકોટ અને કાઠિયાવાડનો આભારઃ મોદી

પીએમ મોદીએ કહ્યું, મારી રાજકીય કરિયરની શરૂઆત રાજકોટથી થઈ હતી. રાજકોટ જલારામ બાપા અને ખોડિયાર માના આશીર્વાદની પવિત્ર ભૂમિ છે. ભાજપ પર અતૂટ વિશ્વાસ મુકવા બદલ રાજકોટ અને કાઠિયાવાડનો આભાર.

રાજકોટ જિલ્લાને સૌરાષ્ટ્રનું શિક્ષણ હબ બનાવ્યું છે

રાજકોટ જિલ્લાને સૌરાષ્ટ્રનું શિક્ષણ હબ બનાવ્યું છે. વડાપ્રધાન મોદીએ રાજકોટમાં એઇમ્સના રૂપમાં સૌરાષ્ટ્રને ભેટ આપી છે. નરેન્દ્ર મોદી જેવા વિકાસ પુરુષના અથાગ પ્રયાસથી ગુજરાત અવિરત વિકાસ કરતું રહેશે.

નરેન્દ્રભાઇ વડાપ્રધાન બન્યા બાદ સૌરાષ્ટ્રનો વિકાસ કર્યોઃ મુખ્યમંત્રી

લોકોને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીની સૌના સાથ, સૌના વિકાસની રાજનીતિને જનતાએ સમર્થન આપ્યું છે. આ જ સૌરાષ્ટ્રની રાજકોટની બેઠક પરથી વડાપ્રધાન મોદી પ્રથમ ચૂંટણી લડ્યા હતા.  વડાપ્રધાન મોદી પણ સૌરાષ્ટ્રનું આ ઋણ ક્યારેય ભૂલ્યા નથી. પાણી માટે પોકાર કરતા સૌરાષ્ટ્રને પાણી પહોંચાડવામાં આવ્યુ છે. નરેન્દ્રભાઇ વડાપ્રધાન બન્યા બાદ સૌરાષ્ટ્રનો વિકાસ કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા જામકંડોરણા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા જામકંડોરણા

વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસ બાદ મહાકાલ મંદિર કોરિડોરનું લોકાર્પણ કરશે

બ્રેકગ્રાઉન્ડ

રાજકોટઃ  વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. પીએમ મોદી આજે રાજકોટના જામકંડોરણામાં જંગી જનસભા સંબોધશે. ઇતિહાસમાં પહેલીવાર કોઈ પ્રધાનમંત્રી જામકંડોરણામાં આવશે. જેથી પીએમ કાર્યક્રમને લઈ જામકંડોરણામાં દિવાળી હોય એમ આખું નગર રોશનીથી ઝગમગી ઊઠ્યું છે. 55 વીઘામાં 5 વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. અંદાજીત સવાથી દોઢ લાખ લોકો સૌરાષ્ટ્રભરમાંથી આવે તેવી શક્યતા છે. સાથે જ સૌરાષ્ટ્રના સાંસદો, ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે.


રાજકોટ જિલ્લાની કુલ 5 વિધાનસભા એટલે કે રાજકોટ ગ્રામ્ય, ગોંડલ, જેતપુર, ધોરાજી અને જસદણ વિસ્તારમાંથી લાખો લોકો સભામાં પહોંચશે. આ માટે 400 વીઘા જેટલી જગ્યામાં અલગ અલગ 8 જેટલાં સ્થળો પર પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પીએમ મોદીની સભાથી રાજકોટ જિલ્લાની પાંચ બેઠકમાં ફાયદો થશે.


જામકંડોરણામાં જનસભા સંબોધ્યા બાદ વડાપ્રધાન મોદી અમદાવાદ સિવિલમાં 700 કરોડથી વધુની વિવિધ આરોગ્ય સુવિધાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસ બાદ મધ્યપ્રદેશના ઉજ્જૈન જશે. ઉજ્જૈનમાં મહાકાલ મંદિર કૉરિડોરનું લોકાર્પણ કરશે. મહાકાલની પૂજા અર્ચના કરી સાંજે સાડા છ વાગ્યે શ્રી મહાકાલ મંદિર કોરિડોર રાષ્ટ્રને સમર્પિત  કરશે. અંદાજે 600 કલાકાર અને સાધૂ સંતોના મંત્રોચ્ચાર સાથે લોકાર્પણ થશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.