PM Modi Gujarat Visit: પીએમ મોદીએ આજે રાજકોટવાસીઓને કરોડો રુપિયાના વિકાસ કામોની ભેટ આપી છે. ત્યાર બાદ પીએમ મોદીએ સભાને સંબોધી હતી. આ પહેલા પૂર્વ સીએમ વિજય રુપાણીએ પીએમ મોદીને કાનમાં કંઈક કહ્યું હતું. જેની ચર્ચાં ચારેકોર થઈ રહી છે. લોકોમાં ઉત્સુકતા છી કે પૂર્વ સીએમએ પીએમને શું કહ્યું. 


હવે આ વાતનો ખુલાસો ખુબ પીએમ મોદીએ જ કરી લીધો છે. પીએમ મોદીએ કહ્યું કે, હમણા વીજય ભાઈ મારા કાનમાં કહી રહ્યા હતા અને હું પણ નોટીસ કરી રહ્યો છું.  કે રાજકોટમાં કાર્યક્રમ હોય, રજાનો દિવસ ન હોય અને બપોરનો સમય હોય, રાજકોટમાં કોઈ આ સમયે સભા કરવાનું ન વિચારે. ત્યા આટલી વિશાળ જનમેદની ભેગી થી છે. આજે રાજકોટે રાજકોટમા તમામ વિક્રમ તોડી નાખ્યા છે.  નહીં તો અમે વર્ષોથી જોઈએ છીએ કે સાંજે 8 વાગ્યા પછી સભા કરવાનું ઠીક રહેશે અને રાજકોટને તો બપોરે સુવા ટાઈમ જોઈએ પાછો. 


 



કેમ છો કહીને પ્રધાનમંત્રીએ સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, આજે રાજકોટે બધા વિક્રમ તોડી નાખ્યા છે. બપોરે રાજકોટના લોકો સૂઈ જાય છે પણ આજે રંગ રાખ્યો. રાજકોટ જ નહીં સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાત માટે મોટો દિવસ છે. પ્રાકૃતિક આપદાથી મોટું નુકસાન થયું છે. સંકટના સમયમાં જનતા અને સરકારે સાથે મળીને મુકાબલો કર્યો. અસરગ્રસ્તોને શક્ય એટલી તમામ મદદ કરાઈ છે.


કેંદ્ર સરકારે પણ રાજ્ય સરકારે બનતો તમામ સહયોગ આપ્યો છે. છેલ્લા દાયકામાં રાજકોટમાં વિકાસની ગતિ વધી છે. રાજકોટ વિકાસનો સ્ત્રોત બન્યું છે. રાજકોટને જે ખોટ હતી તે આજે પુરી થઈ છે. રાજકોટના સપનાને આજે સાકાર કર્યું છે. રાજકોટે મને ઘણું બધું શિખવાડ્યું છે. રાજકોટે મને પ્રથમ વખત ધારાસભ્ય બનાવ્યો હતો. રાજકીય સફરની શરૂઆત રાજકોટે કરાવી છે. રાજકોટનું દેવુ હું પુરું કરી રહ્યો છું. રાજકોટથી દુનિયાના અનેક શહેરો જોડાશે.


 






રાજકોટથી દુનિયાના અનેક શહેરો જોડાશે. એરપોર્ટથી ઉદ્યોગોને પણ મોટો ફાયદો થશે. આજે સૌની યોજના હેઠળ અનેક પ્રોજેક્ટ લોકાર્પણનું થયું છે. આ પ્રોજેક્ટથી ખેડૂતોને મોટો ફાયદો થશે. રાજકોટના વિકાસ સાથે જોડાયેલ અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું છે. 9 વર્ષમાં કેંદ્ર સરકારે સમાજના દરેક વર્ગ માટે કામ કર્યું છે. આજે દેશમાં ગરીબી દૂર થઈ રહી છે. 13.50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નિકળ્યા છે. નવા મધ્યમ વર્ગનું સર્જન થયું છે.


તમામ વર્ગના લોકોને સરકારે મદદ કરી છે. દુનિયામાં ભારતની એક અલગ ઓળખ બની છે. તમામ ક્ષેત્રોમાં ભારતે હરણફાળ ભરી છે. શિક્ષણથી લઈ ઉદ્યોગોનો વિકાસ થયો છે. તમામ ઉણપોને પૂરી કરવા સરકાર કટિબદ્ધ છે. 9 વર્ષ પહેલા ચાર શહેરોમાં મેટ્રો હતી. આજે 20થી વધુ શહેરોમાં મેટ્રોનું નેટવર્ક છે. દેશના અલગ અલગ 25 રૂટ પર વંદે ભારત દોડી રહી છે. 2014 બાદ એયરપોર્ટની સંખ્યા પણ વધી ગઈ છે. ભારતના એરલાઈન્સ સેક્ટરે નવી ઉંડાન ભરી છે. આજે હિંદુસ્તાનમાં 1 હજાર નવા વિમાનોનો ઓર્ડર બુક છે. ચૂંટણી સમયે આપેલો વાયદો પૂરો થઈ રહ્યો છે