Porbandar Lok Sabha Election: લોકસભા ચૂંટણીને લઈ સૌરાષ્ટ્રમાં પૉસ્ટર વૉર શરૂ થયું છે. પોરબંદર લોકસભા બેઠકને લઈ ધોરાજીમાં સ્થાનિક ઉમેદવારની માગ સાથેના પૉસ્ટર વૉર લાગ્યા છે. આયાતી ઉમેદવાર, સ્થાનિક ઉમેદવારના લખાણના પૉસ્ટર લાગ્યા છે. પોરબંદર લોકસભાને નહીં ફાવે આયાતી ઉમેદવાર, એ કોણ.... પોરબંદર લોકસભા બેઠક માગે છે લોકલ ઉમેદવાર એ કોણ... મતદારોની વચ્ચે આવતા પાંચ વર્ષ રહેશે, એ કોણ.... ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની તસવીર સાથે બેનરો લાગ્યા છે.
ભાજપમાં ભડકો
સાબરકાંઠા બેઠક પર ભાજપમાં ભડકો થયો છે, આજે વહેલી સવારથી જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કાર્યકરોએ ભાજપના નવા ઉમેદવાર શોભના બારૈયાનો પુરજોશમાં વિરોધ શરૂ કર્યો છે. હિંમતનગર તાલુકા પંચાયતના સભ્ય જિતેન્દ્રસિંહ ઝાલાએ એક પત્ર લખીને ઉમેદવારની ઉમેદવારીનો વિરોધ કર્યો હતો, આ પછી બન્ને જિલ્લાના ભાજપના કાર્યકરો હિંમતનગર જિલ્લા ભાજપના કાર્યાલય પર પહોંચ્યા છે. અહીં હાલમાં શોભના બારૈયાની ઉમેદવારીનો જોરદાર વિરોધ નોંધવવામાં આવ્યો છે. વિરોધ કરનારાઓનું કહેવું છે કે, શોભના બારૈયા ભાજપની કાર્યકર નથી, તેમને પક્ષ માટે કામ નથી કર્યું.
આજે વહેલી સવારથી જ ભાજપના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. શોભના બારૈયાની ઉમેદવારીને લઇને સાબરકાંઠા અને અરવલ્લીમાં ભાજપ કાર્યકર્તાઓમાં આક્રોશ ફેલાયો છે. હિંમતનગરના જિલ્લા ભાજપ કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયાં છે, ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ રજૂઆત કરવા અહીં પહોંચ્યા હતા. આ પછી જિલ્લા પ્રમુખે તમામની રજૂઆત સાંભળવા બેઠક પણ કરી હતી. ખાસ વાત છે કે શોભના બારૈયાની ઉમેદવારી બાદ સોશલ મીડિયાની પૉસ્ટ અને વીડિયો વાયરલ થયા હતા, જેમાં શોભના બારૈયાને પક્ષના કાર્યકર્તા ના હોવાનું બતાવવામાં આવ્યું હતુ. વિરોધ કરનારા કાર્યકરોનું કહેવું છે કે, અમે 25 વર્ષથી ભાજપ માટે કામ કરી રહ્યાં છીએ, અને પક્ષે મૂળ કોંગ્રેસી નેતાની પત્નીને સાબરકાંઠા બેઠક પર ટિકીટ આપી છે. ભાજપ કાર્યકરોને ભૂલી ગઇ છે.
4 જુનના રોજ પરિણામ આવશે
- તબક્કો 1: 19 એપ્રિલ 2024 મતદાન
- તબક્કો 2: 26 એપ્રિલ 2024 મતદાન
- તબક્કો 3: 7 મે 2024 મતદાન
- તબક્કો 4: 13 મે 2024 મતદાન
- તબક્કો 5: 20 મે 2024 મતદાન
- તબક્કો 6: 25 મે 2024 મતદાન
- તબક્કો 7: 1 જૂન 2024 મતદાન
ગુજરાતમાં 7મેના રોજ મતદાન થશે
ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન યોજાશે. ગુજરાત સહિત તમામની મતગણતરી 4 જૂનના રોજ થશે.
લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થશે, 19 એપ્રિલથી શરૂ થશે, 4 જૂને પરિણામ આવશે
લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.