PM Modi Gujarat Visit: નરેન્દ્ર મોદી માટે 25 ફેબ્રુઆરીનો દિવસ ખૂબ જ  ખાસ દિવસ છે. 22 વર્ષ પહેલા તારીખ 24-2-2002ના તેઓ સંગઠનમાંથી રાજકારણમાં આવીને જિંદગીની સૌ પ્રથમ ચૂંટણી રાજકોટ-2 (રાજકોટ પશ્ચિમ ) થી લડયા હતા. 25 ફેબ્રુઆરી 2002ના દિવસે તેમણે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આજે  રાજકોટમાં  પ્રધાનમંત્રી મોદીએ 48,000 કરોડના વિકાસકામોની ભેટ પ્રજાને આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે શેર કરેલા વીડિયો વિશે વાત કરી હતી. 






તેઓ 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ એટલે કે 10 વર્ષથી  પ્રધાનમંત્રીના સર્વોચ્ચ પદ પર છે. વિશ્વભરમાં તેમનું નામ ગુંજતું થયું છે. પ્રધાનમંત્રી મોદીને રાજકોટ પ્રત્યે અલગ પ્રેમ છે. પીએમ મોદીએ ગઈકાલે  રાજકોટને લઈ એક વીડિયો પોતાના એક્સ પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયો શેર કરતા તેમણે કહ્યું હતું કે,  રાજકોટનું મારા હૃદયમાં એક ખાસ સ્થાન રહ્યું છે અને હંમેશા રહેશે. આ શહેરની જનતાએ મારામાં વિશ્વાસ મુક્યો હતો અને મારી ચૂંટણીમાં સૌ પ્રથમ વિજય અપાવ્યો હતો.


રાજકોટ-2 બેઠક ઉપર 1.5 લાખ મતદારો હતા,  52.5 ટકા મતદાન થયું હતું. સમગ્ર દેશની નજર આ ચૂંટણી પર હતી. નરેંદ્ર મોદીએ પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, આ ચૂંટણી મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ છે, જો જીત મળશે તો આગળ જશું નહીં તો પાછા. 24 ફેબ્રૂઆરી 2002ના દિવસે તેમણે કોંગ્રેસના ઉમેદવારને અંદાજે 15,000ની લીડથી પરાજ્ય આપ્યો હતો. નરેંદ્ર મોદીને 45,298 મત મળ્યા હતા. કૉંગ્રેસના અશ્વીન મહેતાની હાર થઈ હતી. 


આજે પણ તેઓ અહીંના ઘણા લોકોને નામથી સંબોધન કરે છે. એ વખતે તેઓ પ્રવચનમાં પાંચ કરોડ ગુજરાતી કહેતા અને આજે ગુજરાતીની સંખ્યા વધીને સાત કરોડ થઈ છે. રાજકોટ એ શહેર છે કે 60 વર્ષ પહેલા ભાજપ એટલે કે જનસંઘને ગુજરાત વિધાનસભામાં એક બેઠકથી પ્રવેશ અપાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણી પહેલા નરેન્દ્રભાઈ મોદી સંઘ અને સંગઠનમાં રહીને ભાજપને જીતાડી શકે તેવી રાજનીતિના ઘડવૈયા રહ્યા છે.


PM નરેન્દ્ર મોદીએ શનિવારે એક જૂનો વીડિયો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, “રાજકોટ હંમેશા મારા હૃદયમાં એક ખાસ સ્થાન રહેશે. આ શહેરના લોકોએ મારામાં વિશ્વાસ કર્યો અને મને મારી પ્રથમ ચૂંટણી જીત અપાવી. ત્યારથી હું હંમેશા “હું” છું. લોકોની આકાંક્ષાઓ સાથે ન્યાય કર્યો છે.