આ ઘટનાની વિગત એવી છે કે, ગોંડલ રોડ પરની શિવનગર સોસાયટી-૧૧માં રહેતા રાજેશ બચુભાઈ ચૌહાણ પર બુધવારે રાત્રે તેને જેની સાથે આડો સંબંધ હતો તે મહિલાનાં બે ભાઈઓએ લાકડી, પાઈપનાં આડેધડ ઘા ઝીંકી હુમલો કર્યો હતો. તેમનું સારવાર દરમિયાન મોત થતાં થયું છે.
રાજેશભાઈને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર હતા. ત્રણેય પુત્રીઓનાં લગ્ન થઈ ગયા છે. સૌથી નાનો પુત્ર હજુ અપરિણીત છે. રાજેશભાઈને છેલ્લા દસેક વર્ષથી માયાણીનગર આવાસ યોજનાનાં ક્વાર્ટરની પાછળ આવેલા નહેરૂનગર-૩માં રહેતાં સુધા જગદીશ પરમાર (40 વર્ષ) સાથે પ્રેમસંબંધ હતો. સુધાનાં બે ભાઈઓ રજનીશ ધીરૂ સોઢા અને રાહુલ ઉર્ફે લાલાને આ સંબંદ પસંદ નહીં હોવાથી રાજેશભાઈને બેથી ત્રણ વખત ઠપકો આપી પોતાની બહેન સાથે સંબંધ નહીં રાખવા ચેતવણી આપી હતી.
ગઈકાલે રાત્રે રાજેશભાઈ સુધાને મળવા માટે તેનાં ઘરે ગયો હતો. માયાણીનગર ક્વાર્ટરમાં રહેતો સુધાનો ભાઈ રજનીશ તેમને જોઈ ગયો હતો. રજનીશ અને રાહુલે રાજેશભાઈને આંતરીને ગાળો ભાંડયા બાદ તેની ઉપર લાકડી અને પાઈપ વડે હુમલ કર્યો હતો. આસપાસનાં લોકો ભેગા થઈ જતાં બંને ભાઈઓ જતા રહ્યા હતા. ત્યાર બાદ કોઈએ રાજેશભાઈનાં પરિવારના સભ્યોને જાણ કરતાં જમાઈ વિજય કેશુભાઈ પરમાર, પુત્રી તેજલ અને પત્ની જ્યોત્સનાબેન ત્યાં દોડી આવ્યા હતા અને સિવિલ ખસેડયો હતો. બુધવારે સાંજે રાજેશભાઈએ સિવિલમાં દમ તોડી દેતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
પીઆઈ ભૂકણે જણાવ્યું કે, સુધાબેનને સંતાનમાં એક પુત્રી છે અને પુખ્ત વયની છે. સુધાબેનનો પતિ ઘરે બહુ રહેતો નથી. રાજેશભાઈને પગમાં ફ્રેક્ચર હતું છતાં તેનું મૃત્યુ થયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોત પાછળનું સ્પષ્ટ કારણ બહાર આવશે.