Rajkot: રાજકોટના તબીબ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, રાજકોટ શહેરમાં નયન ક્લિનિકના તબીબ એલ.જી.મોરી વિરૂદ્ધ એક પરિણીતાએ નોકરીની લાલચ આપી દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.


પરિણીતાએ પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે ડોક્ટર મોરીએ તેની ક્લિનિકમાં બપોરના સમયે તેના પર ચાર વખત દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાએ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ડોક્ટર મોરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાએ આરોપ લગાવ્યો હતો કે ડોક્ટર મોરીએ તેને નોકરીની લાલચ અને બાદમાં ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપી તબીબની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.


પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, એલ.જી.મોરી સામે છેલ્લા સાત મહિનાથી ધમકી આપી પરિણીતા પર અનેક વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. ડોક્ટર મોરી મહિલાને નોકરીની લાલચ આપી ચારથી વધુ વખત બપોરે જ ક્લિનિક પર બોલાવતો હતો અને દુષ્કર્મ આચરતો હતો. પરિણીતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાની છે અને હાલમાં રૈયા રોડ વિસ્તારમાં માતાના ઘરે રહે છે.  પતિ સાથે મનમેળ ના થતાં આઠ મહિનાથી તે તેની માતાના ઘરે રહે છે. તબીબ સામે અનેક કલમો હેઠળ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો.


મોરબીમાં પ્રેમ પ્રકરણની એક વિચિત્ર ઘટના સામે આવી છે, એક મહિલાએ પોતાના પ્રેમીનો નંબર બ્લૉક કરી દેતા પ્રેમીએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. સમગ્ર હુમલાની ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ થઇ જતાં મહિલાએ પોતાના પ્રેમી હુમલાખોરની ઓળખ કરી હતી, આ પછી મહિલાએ મોરબી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાના પ્રેમી અને બે અન્ય શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. 


મોરબીમાં પ્રેમ પ્રકરણનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, ખરેખરમાં ઘટના એવી છે કે, ગઇ 7મી ફેબ્રુઆરીએ એક પરિણીતા જેનુ નામ આરતીબેન જશવંતભાઇ છનીયારા છે, તેના પર પોતાના જ પ્રેમી જેનું નામ વિજય બારૈયા છે, તેને જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં પરિણીતાએ પહેલા પોતાના પ્રેમીને બ્લૉક કરી દીધો હતો, જેનાથી ગુસ્સે ભરાયેલા પ્રેમી વિજય બારૈયાએ તકનો લાભ લઇને બે શખ્સો સાથે મળીને પરિણીતાને તેની જ સોસાયટીમાં જઇને હુમલો કર્યો હતો, પ્રેમીએ લાકડીઓ વડે પરિણીતા પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં પરિણીતા ગંભીર રીતે ઘાયલ થઇ હતી.