રાજકોટ: ગોંડલના વાછરા ગામમાં મધ માખીઓના હુમલાથી ખેડૂતનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. ખેતરમાં રમી રહેલા બાળકો પર મધમાખીએ હુમલો કર્યો હતો. બાળકને બચાવવા જતા સમયે ગઈ 22 ડિસેમ્બરે ખેડૂત પર મધમાખીઓએ હુમલો કર્યો હતો. ખેડૂતનું સારવાર દરમિયાન મોત થયું છે. મધમાખીના હુમલામાં દામજીભાઈ બેચરભાઈ સોરઠીયાનું નિધન થયું છે.
રાજકોટ: ઉપલેટા ડુમીયાણી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે પગપાળા જતી ત્રણ મહિલાઓને હડફેટે લેતા ત્રણ મહિલાઓમાંથી બે મહિલાઓના સ્થળ પર કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે એક મહીલાને ગંભીર ઇજાઓ પહોંચી છે. મૃતક બન્ને મહિલાના મૃતદેહને ઉપલેટા કોટેજ હોસ્પિટલમા પીએમ માટે ખસેડાયા છે.
પગપાળા દર્શન માટે દ્વારકા દ્વારકાધીશના દર્શન કરવા જતા હતા. ઉપલેટા અને ડુમીયાણી વચ્ચે પહોંચ્યા અને પાછળથી આવતી કારે ત્રણ મહિલાઓને હડફેટે લીધા હતા. પાદરા (બરોડા)થી દ્વારકાધીશ દ્વારકા પોતાની મનોકામનાઓ પૂર્ણ થતા સંઘ આખો પગપાળા દર્શન માટે નિકળેલ હતો. સંઘ દ્વારકાધીશ દ્વારકા પહોંચે તે પહેલા અકસ્માતમાં બે મહિલાઓના મોતથી સંઘના લોકોમાં દુઃખની લાગણી પ્રસરી ગઇ. આગળની વધુ તપાસ ઉપલેટા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
Surat : એક જ દિવસમાં બે વિદ્યાર્થિનીનો આપઘાત, 'મારી પાછળ રડતા નહીં'
સુરતઃ શહેરમાં એક જ દિવસમાં બે વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. એક વિદ્યાર્થિનીએ સૂસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો છે. ધોરણ 10ની રાંદેરની વિદ્યાર્થીએ લખ્યું છે કે, મારી પાછળ રડતા નહીં. વિદ્યાર્થિનીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લીધો છે. ઘરમાં પોતાનો ફોટો લગાવવા અંતિમ ઇચ્છા વ્યક્ત કરી છે. બીજી તરફ પાંડેસરામાં માતાએ ઠપકો આપતા ધોરણ 9માં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી છે.
પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતા બાબુભાઈ પરમારની 15 વર્ષીય પુત્રી સોનલ શાંતિનિકેતન સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરતી હતી. દંપતી શુક્રવારે કામ ગયું ત્યારે સાંજે સોનલે લોખંડની એંગલ સાથે સાડી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. દંપતી સાંજે ઘરે પરત આવતાં દીકરીએ આપઘાત કર્યો હોવાની જાણ થઈ હતી. આથી પરિવારને જાણ કર્યા બાદ રાંદેર પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી હતી. દીકરીના આપઘાતથી પિતા ડિપ્રેશનમાં આવી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા.
પાંડેસરામાં માતાએ રસોઇ બનાવવા બાબતે ઠપકો આપતા ધો. 9ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ લીધો હતો. રસોઇ શીખવા માતાએ ઠપકો આપ્યો હતો. જેથી આવેશમાં વિદ્યાર્થિની પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. પિતાએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.