રાજકોટઃ હોટેલના મેનેજરે હોટલમાં કામ કરતી યુવતી સાથે બે વર્ષ સુધી પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હોવાની તેમજ બે વર્ષનો પગાર પણ ન આપીને વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ સામે આવતાં ચકચાર મચી ગઈ છે. પ્ર.નગર વિસ્તારમાં આવેલ હોટલ પાર્ક ઈનનો પૂર્વ મેનેજર અને હાલમા રીવેરા હોટલમાં  મેનેજર તરીકે કામ કરતા જબ્બર નામના શખ્સ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ થઈ છે. 


હોટલ પાર્ક ઈનમાં વર્ષ 2014 થી 2016 દરમ્યાન ત્યાં જ રહી કામ કરતી યુવતી સાથે બે વર્ષ સુધી જે તે વખતેના મેનેજર જબ્બરે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ કરવામાં આવી છે. યુવતી જબ્બર પાસે પોતાનો બે વર્ષનો પગાર જમાં કરાવતી હોય તે પણ ન આપી મેનેજરે વિશ્વાસઘાત કર્યો હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે. સમગ્ર મામલે પ્ર. નગર પોલીસે યુવતીની ફરિયાદ પરથી દુષ્કર્મ , છેતરપિંડી સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 


Surat : યુવતીને અવાવરું જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ ગુજારનારા બે યુવકોને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા
સુરત : પાંચ વર્ષ પહેલાં મહિલા પર બળાત્કારના ગુનામાં બે આરોપીઓને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સુરત બસ ડેપો પાસે બેસેલી મહિલાને અવાવરું જગ્યા પર લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતા અમદાવાદથી સુરત આવી હતી. તબિયત ખરાબ હોવાથી ડેપો પાસે બેઠી હતી. છોટારામ કુશવાહ અને રામુસિંગ રાજપૂત મહિલાને વિશ્વાસમાં લઇ અવાવરું જગ્યા પર લઈ ગયા હતા.


ગાય ભેંસોના તબેલા પાસે લઈ જઈ બળાત્કાર કર્યો હતો. મહિલાને પેરાસીતામોલ અને અન્ય દવાઓ પીવડાવી સ્મીમેરમાં મૂકી ગયા હતા. સ્મિમેરના સીસીટીવીના આધારે આરોપીઓ ઝડપાયા હતા. કોર્ટે આરોપીઓને 20 વર્ષ કેદ અને 5 લાખ દંડની સજા ફટકારી હતી.


ભાવનગરમાં ધોરણ-10ના વિદ્યાર્થીની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા, કારણ જાણી ચોંકી જશો
ભાવનગરઃ શહેરના સુભાષ નગરમાં પૈસાની લેતી-દેતી મામલે યુવાનની હત્યા થઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. જ્યારે એકની હાલત ગંભીર છે. ગત મોડી રાત્રીના સમયે ઝઘડો થતાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ઉમેશ ચૌહાણ નામના યુવાનનું ઘટના સ્થળ પર તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી મોત નિપજાવ્યું હતું. જ્યારે પૂંજન રાઠોડને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


બનાવને લઇ Asp સફિન હસન, બી ડિવિઝન પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. મળતી વિગત મુજબ મૃતક ઉમેશે હાલમાં જ 10 માં ધોરણની પરીક્ષા આપી હતી.