PM Modi: લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે જરૂર આવવાના છે, પરંતુ ચૂંટણી પહેલા રાજકોટવાસીઓને પીએમ ખુદ પોતાના હાથે એક મોટી ગિફ્ટ આપવાના છે, જે કાર્યક્રમનો હવે લગભગ સમય અને તારીખ નક્કી થઇ ચૂકી છે. માહિતી પ્રમાણે આગામી 27 જુલાઇએ પીએમ મોદી રાજકોટની મુલાકાતે આવવાના છે, અને આ દરમિયાન રાજકોટમાં હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરશે. એરપોર્ટને ખુલ્લુ મુકવાની તારીખ લગભગ પહેલાથી જ નક્કી થઇ ચૂકી છે, હવે મોટો કાર્યક્રમ પણ યોજાવવાનો છે.
આગામી 2024ની લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી રાજકોટમાં આવશે, 27 જુલાઇએ રાજકોટના હિરાસર ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવાના છે. હીરાસર ખાતે એરપોર્ટનું લોકાર્પણ કર્યા બાદ રેસકોર્સ ખાતે જંગી જનસભાનું આયોજન પણ કરવામાં આવ્યુ છે, રેસકોર્સની આ જાહેર સભામાંથી લગભગ 70 હજારથી 1 લાખ જેટલા લોકોને પીએમ મોદી સંબોધન કરશે, આ સભામાં તંત્રની સાથે રાજકીય આગેવાનોની પણ હાજરી રહેશે. હાલમાં વડાપ્રધાન મોદીની આ જનસભા માટે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી ચૂકી છે. રાજકોટમાં Kkv ઓવરબ્રિજનું પણ પીએમ મોદીના હસ્તે જ લોકાર્પણ કરાશે. આ પહેલા 22મી જુલાઇએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ kkv ઓવરબ્રિજનું લોકાર્પણ કરવાના હતા, પરંતુ હવે આ કાર્યક્રમને પણ 27મી જુલાઈએ જ રાખવામાં આવ્યો છે, આ કેકેવી ઓવરબ્રિઝને પણ હવે વડાપ્રધાન મોદીના હસ્તે જ લોકાર્પણ કરાશે. આગામી 22 જુલાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ આવશે, અને વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરશે. વડાપ્રધાન મોદી હીરાસર ગ્રીનફિલ એરપોર્ટ સહિત રાજકોટના અલગ અલગ 3000 કરોડના લોકાર્પણ કરશે. મહાનગર પાલિકાની કેકેવી બ્રિજ, અદ્યતન લાયબ્રેરી, શુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતના લોકાર્પણ કરશે.
ખાસ વાત છે કે, હીરાસર એરપોર્ટ શરૂ થતા હાલનું ચાલુ જૂનું એરપોર્ટ બંધ થઇ જશે. નવા ગ્રિનફિલ્ડ એરપોર્ટ પર ટ્રાયલ રન પણ કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન અહીં નાના એરક્રાફ્ટથી થશે ટ્રાયલ કરવામાં આવ્યુ હતુ.
-
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial