2 ટકા TDS કપાવવાના વિરોધમાં સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ બે દિવસ રહેશે બંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Aug 2019 08:17 PM (IST)
આગામી 1 સપ્ટેમ્બરથી વાર્ષિક 1 કરોડના રોકડ ટ્રાન્જેકશન પર બે ટકા TDS લગાડવાની સરકારે જાહેરાત કરી છે. ત્યારે સરકારની આ જાહેરાતની સામે ઠેર ઠેર વિરોધના સૂર ઉઠ્યા છે.
રાજકોટ: આગામી 1 સપ્ટેમ્બરથી વાર્ષિક 1 કરોડના રોકડ ટ્રાન્જેકશન પર બે ટકા TDS લગાડવાની સરકારે જાહેરાત કરી છે. ત્યારે સરકારની આ જાહેરાતની સામે ઠેર ઠેર વિરોધના સૂર ઉઠ્યા છે. ઉતર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં તેનો વિરોધ જોવા મળી રહ્યો છે. 1 સપ્ટેમ્બરથી 1 કરોડની લેવડ- દેવડ પર 2 ટકા TDS લગાડવાના સરકારના નિર્ણય સામે હવે સૌરાષ્ટ્રના ખેડૂતો અને વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના ખેડૂતો અને વેપારીઓની સાથે હવે સૌરાષ્ટ્રના વેપારીઓએ પણ 1 સપ્ટેમ્બરથી બંધ રાખશે. 1 સપ્ટેમ્બરથી બે ટકા ટીડીએસ લાગુ થતા વેપારીઓએ ફરજીયાત ચેકથી પેમેન્ટ કરવા પડે તેવી સ્થિતિ છે. જો કે, વેપારીઓનો દાવો છે કે, ચેકથી પેમેન્ટ કરવામા આવે તો ખેડૂતોને મુશ્કેલી પડે તેમ છે.