રાજકોટમાં અતુલ બેકરીનું આઉટલેટ વિવાદમાં આવ્યું હતું. નાણાવટી ચોકમાં આવેલ અતુલ બેકરીનું આઉટલેટ વિવાદમાં આવ્યું હતું. બેકરીમાં વાસી કેક હોવાનો ગ્રાહકે વીડિયો બનાવ્યો હતો. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

Continues below advertisement

વીડિયોમાં ગ્રાહકે આરોપ લગાવ્યો હતો કે અતુલ બેકરીએ એક્સપાઈરી ડેટ વાળી કેક આપી હતી. નાણા પરત માંગ્યા તો ગેરવર્તન કર્યાનો ગ્રાહકે આરોપ લગાવ્યો હતો. વીડિયો વાયરલ થતા આરોગ્ય વિભાગની ટીમ અતુલ બેકરીના આઉટલેટ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. આઉટલેટમાં રહેલ તમામ કેક અને વસ્તુઓની ચકાસણી કરવામાં આવી હતી.

આણંદના તારાપુરમાં ન્યૂ માયા હોટલ વિવાદમાં આવી હતી. ન્યૂ માયા હોટલમાં ભોજનમાંથી ગરોળી નીકળ્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. એસટી બસના ચાલકના ભોજનમાંથી ગરોળી નીકળી હોવાનો આરોપ લગાવ્યો હતો. બસ ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એસટીની બસ ન્યૂ માયા હોટલ પર નાસ્તા માટે રોકાય છે.

Continues below advertisement

દહેગામની ઝાંકની નિવાસી શાળામાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી. જે.એમ.દેસાઈ સ્કૂલના વિદ્યાર્થીઓને ભોજન બાદ ખોરાકી ઝેરની અસર થઇ હતી. 105 વિદ્યાર્થીઓની આંખમાં ઓચિંતા ઝાંખપ આવી હતી. 12 બાળકની દ્રષ્ટિને થઈ ગંભીર અસર થઇ હતી. તમામ બાળકોને તાત્કાલિક ગાંધીનગર સિવિલમાં સારવારમાં ખસેડાયા હતા. સારવાર બાદ તમામની દ્રષ્ટિ ધીમે-ધીમે પરત આવી રહી છે.

રાજકોટમાં માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દોઢ વર્ષની બાળકી પ્લાસ્ટિકની દળી ગળી જતા મોત થયું હતું. મવડી વિસ્તારમાં રહેતી પાર્થવી તેજસભાઈ ચાવડા નામની દોઢ વર્ષની માસૂમ બાળકીનું મોત થયું છે. સાતેક દિવસ પૂર્વે પોતાના ઘરે રમતી હતી ત્યારે રમતા રમતા પ્લાસ્ટીકની દડી ગળી ગઈ હતી. માસુમ બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થતાં બેભાન હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જોકે બાળકીને વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું.