રાજકોટ: રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનના નવીનીકરણનું વર્ચ્યુઅલ શિલાન્યાસ પ્રધાનમંત્રી મોદી દ્વારા આજે કરવામાં આવ્યું હતું. ભક્તિનગર રેલવે સ્ટેશનને વર્લ્ડક્લાસ રેલવે સ્ટેશન રૂપે પુનઃ વિકાસ કરવામા આવશે. ભક્તિનગર રેલ્વે સ્ટેશન  સૌરાષ્ટ્રભરમાંથી રેલયાત્રીઓ આવે છે. આ રેલવે સ્ટેશનનું નવીનીકરણ થશે એટલે સમગ્ર સૌરાષ્ટ્રને ફાયદો થશે. 


ભક્તિનગર રેલવે સ્ટેશન રાજકોટનું ઐતિહાસિક છે. રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાંથી કારખાનાઓમાં કામ કરતા કારીગરો સૌથી વધુ રાજકોટ સ્ટેશનથી અપડાઉન કરે છે.  ભક્તિનગર સ્ટેશનને વર્લ્ડક્લાસ રેલ્વે સ્ટેશન બનાવવામાં આવશે.  આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભક્તિનગર સ્ટેશનનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું હતું.  




વર્ચ્યુઅલ શિલ રાજકોટ ભાજપના આગેવાનો અને સાંસદો ઉપસ્થિત રહ્યા હતા.  સાંસદ રામભાઈ મોકરીયાએ નિવેદન આપ્યું હતું કે રાજકોટને વંદે ભારત સહિતની મહત્વની એક્સપ્રેસ ટ્રેનો મળશે.રાજકોટ રેલવે સ્ટેશનને અંદાજે 10 થી 11 ટ્રેન મળશે.




રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા તેમજ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ વધુ ટ્રેન મળે તે માટે રજૂઆત કરી છે.લાંબા રૂટની ટ્રેન જે અમદાવાદ સ્ટેશન પર 20 કલાકથી વધુ સમય રહેતી હોય તેવી ટ્રેન ને રાજકોટ સુધી લંબાવવામાં આવશે. રાજકોટ ડિવિઝનમાં ઇલેક્ટ્રીફીકેશન તેમજ ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થઈ ગયું છે.અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ભક્તિનગર રેલ્વે સ્ટેશનને 26.87 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેશન બનાવવામાં આવશે. 


ગુજરાતના 21 સહિત દેશના 508 રેલવે સ્ટેશનોની થશે કાયાપલટ 


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજનાની શરૂઆત કરી. તેમણે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સમગ્ર ભારતમાં 508 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો. ગુજરાતના પણ 21 રેલવે સ્ટેશનોની કાયાપલટ થશે.


કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, 'દક્ષિણ આફ્રિકા, યુક્રેન, સ્વીડન, યુકે જેવા દેશોમાં વિશ્વમાં જેટલા રેલ નેટવર્ક છે તેટલા માત્ર ભારતે જ 9 વર્ષમાં રેલ ટ્રેક બનાવ્યા છે. દેશનું લક્ષ્ય સુલભ અને આનંદપ્રદ પણ છે. પ્લેટફોર્મ પર બેસવા માટે સારી વેઇટિંગ રૂમ બનાવવામાં આવી રહી છે. હજારો સ્ટેશનો પર ફ્રી ઈન્ટરનેટ ઉપલબ્ધ થશે.


 વડાપ્રધાને કહ્યું કે 30 વર્ષમાં પહેલીવાર દેશમાં પૂર્ણ બહુમતવાળી સરકાર બની છે. વિશ્વભરમાં ભારતની વિશ્વસનીયતા વધી છે. તેમણે કહ્યું, 'અમૃતકાલની શરૂઆતમાં આ ઐતિહાસિક કાર્ય માટે હું રેલવે મંત્રાલયની પ્રશંસા કરું છું અને તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું. આજે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે, વૈશ્વિક સ્તરે ભારતની વિશ્વસનીયતા વધી છે. વિશ્વનો અભિગમ બદલાયો તેના બે મુખ્ય કારણો છે. પહેલું એ કે ભારતના લોકોએ ત્રણ દાયકા પછી પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી. પૂર્ણ બહુમતીની સરકારે તેની સ્પષ્ટતા સાથે મોટા નિર્ણયો લીધા. PMએ કહ્યું, 'આપણા શહેરોની ઓળખ શહેરના રેલવે સ્ટેશન સાથે પણ જોડાયેલી છે. જો કોઈ પણ દેશી કે વિદેશી પ્રવાસી આ સ્ટેશનો પર પહોંચશે તો તમારા શહેરનું પહેલું ચિત્ર સારું આવશે.