રાજકોટઃ આજી ડેમ ચોકડી પાસે આવેલા ઓવલા ઓવર બ્રીજની એક તરફની દિવાલ ધરાશાયી થઈ છે. દિવાલના કાટમાળ નીચે લોકો દટાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેસીબી દ્વારા હાલ કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે. ઘટનાને પગલે લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા છે.