Rajkot News: રાજકોટમાં કરોડો રૂપિયાના ખર્ચે બેનલું બસ પોર્ટ દારૂડિયાઓ,ગં જેરીઓ અને આવારા તત્વો માટે અડ્ડો બન્યો છે. બસ સ્ટેન્ડમાંથી દારૂની ખાલી બોટલો મળી છે. દરરોજ સાંજ ઢળતા બસ પોર્ટના ચોથા માળે આવી પ્રવૃત્તિઓ થાય છે. જ્યાં પાંચ સ્ક્રીનની સિનેમા બનવવાની હતી ત્યાં ખાલી દારૂની બોટલો જોવા મળી.
બસ પોર્ટના ચોથા માળે દારૂની ખાલી બોટલો, બીયરના ટીન,દેશી દારૂની કોથળીઓ, ગ્લાસ, પાણી સોડાની ખાલી બોટલો , બાયટીગ કેમેરામાં કેદ થયા હતા. જેના પરથી અહીં દરરોજ દારૂની પાર્ટીઓ તેમથ ઐયાશી થતી હશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. બસ પોર્ટમાં 432 દુકાનો અને ઓફિસો આવેલી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ બસ સ્ટેડમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
ધારાસભ્યએ શું કહ્યું
રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડો. દર્શિતા શાહે કહ્યું, દારૂની બોટલ મળી આવતા કાર્યવાહી કરવામાં આવશે, ST વિભાગને પણ સૂચના આપવામાં આવશે.
થોડા દિવસ પહેલા પોરબંદરની ચોપાટી નજીક વીલા સર્કિટ હાઉસ સામેના વિસ્તારમાં આવેલા અને નવા બનતા એપાર્ટમેન્ટના ચોથા માળે દારૂની મહેફિલ ચાલતી હતી. જેમાં પોલીસ ત્રાટકી હતી અને હાજર મળેલા સાત શખ્સોમાંથી ચાર નશાની હાલતમાં હોવાથી પોલીસે એ ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે ચોપાટી નજીક આશા કીડસ વર્લ્ડની સામેની ગલીમાં આવેલા અને નવા બનતા એપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. તેથી પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં ત્રાટકી હતી અને એપાર્ટમેન્ટ બની રહ્યો હતો ત્યાં ચોથામાળે સાતેક ઈસમો ગોળ કુંડાળું વળીને બેસેલા જોવા મળ્યા હતા તથા તેમની વચ્ચે ભારતીય બનાવના ઈંગ્લીશ દારૂ ભરેલી બે બોટલ, ખાલી કરેલી એક બોટલ, બીયરના સીલ ખોલેલા બે ખાલી ટીન, તથા કાચના ચાર ખાલી ગ્લાસ જોવા મળ્યા હતા. તેથી આ સાતેય શખ્સોને ઉભા કરીને તેઓની પુછપરછ કરવામાં આવતા ચાર શખ્સોએ લોચા વાળતી જીભે જવાબ આપ્યો હતો અને તેઓ પીધેલા હોવાનું જણાયું હતું.