Rajkot News: રાજકોટના સિંધી વેપારીની દક્ષિણ આફ્રિકામાં હત્યા થઈ છે. હબસી લૂંટારુઓ દ્વારા 70 લાખની લૂંટ ચલાવી હત્યા કરવામાં આવી હતી. હરેશ નેભાની નામના વેપારી દાયકાઓ પહેલાં આફ્રિકા સ્થાઈ થયા હતા.
ઇસ્ટ આફ્રિકાના મડાગાસ્કર ખાતે હત્યાનો બનાવ બન્યો હતો. ગત ચોથી માર્ચના રોજ બન્યો લુંટ વિથ મર્ડરનો બનાવ બન્યો હતો. ધંધાના સ્થળેથી કારમાં ઘર તરફ જતા રસ્તામાં આ ઘટના બની હતી. બાઈક પર આવેલા બે વ્યક્તિઓએ ગોળી ધરબી રોકડ અને લેપટોપની લૂંટ ચલાવી હતી. સમગ્ર ઘટનામાં હરેશ નેભાણીની હત્યા થઈ હતી જ્યારે પિતરાઈ ભાઇનો ચમત્કારી બચાવ થયો હતો.
હિંમતનગર GIDC નજીક ટ્રેલરે એક્ટિવા ચાલક મહિલાને અડફેટે લેતાં મોત
રાજ્યમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત છે. હિંમતનગર GIDC નજીક અમદાવાદ-ઉદયપુર હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. એક્ટિવા લઇને જઈ રહેલી મહિલાને ટ્રેલરે અડફેટે લેતાં એક્ટિવા ચાલક મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું અને એક મહિલાને સારવાર અર્થે ખસેડાઇ હતી. ખાનગી વીમા કંપનીમાં ફરજ બજાવતી મહિલાનું અકસ્માતમાં મોત થયું હતું. અકસ્માતને લઇ હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો. હિંમતનગર એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
પતિ પત્નીની હત્યા કરીને પહોંચી ગયો પોલીસ સ્ટેશન
નડિયાદમાં પતિએ પત્નીની હત્યા કર્યાનો મામલો સામે આવ્યો છે. નવરંગ ટાઉનશિપમાં એક નંબરના મકાનમાં રહેતા નિમિષાબેનની તેમના જ પતિ રસિકભાઈએ ફાયરિંગ કરી કરી હત્યા હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે મિલકત બાબતમાં પતિ પત્નીને કોર્ટમાં કેસ ચાલતો હતો. હત્યારો પતિ રિટાયર ફોરેસ્ટ અધિકારી હોવાનું સામે આવ્યું છે. પતિ પત્નીની હત્યા કર્યા બાદ જાતે જ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. હાલ તો મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે, કયા કારણોસર પતિએ પત્નીની હત્યા કરી તે પોલીસ પૂછતા જ બાદ સામે આવશે.
બનેવીએ કરી સાળાની હત્યા
પંચમહાલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બનેવીએ સાળાની હત્યા કરી છે. સાળા બનેવી વચ્ચે પારિવારિક તકરાર મોતનું કારણ બન્યું છે. શહેરા તાલુકાના નવાગામ ગામનો બનાવ છે. બહેનને મારઝૂડ કરતો હોવાને લઈ ઠપકો આપતા ઉશ્કેરાયેલા બનેવીએ ગળાનાં ભાગે તીક્ષણ હથિયાર મારી સાળાને મોતને ઘાટ ઉતાર્યો હતો. શહેરા પોલીસે આરોપી પિતા પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.