Rajkot: રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. આ ચૂંટણીને લઇને આગામી 1 જૂને ઉમેદવારી ફોર્મ ભરાશે અને 19 જૂને ચૂંટણી યોજાશે. મનપાના ઇતિહાસમાં 35 વર્ષે આ ચૂંટણી યોજાઈ રહી છે. હવે આ ચૂંટણીમાં ઉમેદવારોના નામોની પણ જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પ્રદેશ ભાજપના આદેશથી શિક્ષણ સમિતિનુ વિસર્જન થયું છે. હવે કડીમાં આજે રાજકોટ શિક્ષણ સમિતિના ઉમેદાવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, પક્ષ તરફથી ૧૨ નામો અને સરકાર નિયુક્ત ૩ નામોની કરાઇ જાહેરાત કરવામાં આવી છે.


જાહેર કરાયેલા 12 નામો - 


પ્રવીણ નિમાવત
વિક્રમ પુજારા
વિક્રમસિંહ જાડેજા
વિરમ રબારી
ઇશ્વર જીત્યા
હિતેશ રાવલ
રસિક બદ્રકિયા
અજય પરમાર
મનસુખ વેકરિયા
સંગીતા છાયા
જાગૃતિ ભાણવડીયા 
સુરેશ રાઘવાણી 


સરકાર નિયુક્ત 3 નામો -


જયદિપ જલુ
સંજય ભાયાણી
જગદિશ ભોજાણી.


ઉલ્લેખનીય છે કે, અગાઉ ભ્રષ્ટ્રાચારના આક્ષેપોને કારણે શિક્ષણ સમિતિને વિખેરી નાંખવામાં આવી હતી. હવે આગામી વર્ષો માટે નવા નામો જાહેર કરવામાં આવ્યા છે. 


 


રાજકોટમાં ચક્કાજામ, સવારથી જ લોકો શું માંગ પર અડી પડ્યા, જાણો વિરોધનું કારણ


રાજકોટમાં ચક્કાજામના દ્રશ્યો સામે આવ્યા છે, અહીં મનપા વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, લોકોનો આરોપ છે કે, મનપા પાયાની સુવિધા આપવામાં એકદમ નિષ્ફળ રહી છે, અને ચોમાસા પહેલા લોકોએ આવો ચક્કાજામ કરીને મનપાનો હૂરિયો બોલાવ્યો છે. માહિતી પ્રમાણે, રાજકોટમાં આજે સવારથી જ મનપા વિરુ્દ્ધ વિરોધ પ્રદર્શન શરૂ ગયુ છે, રાજકોટના વોર્ડ નંબર 18માં પ્રાથમિક સુવિધાઓ અભાવને લઈ ફરી એકવાર લોકો વિરોધ કરવા ઉતર્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે, છેલ્લા 3 વર્ષથી કોઠારીયા વિસ્તારમાં લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે, અને હેરાન પરેશન થઇ રહ્યા છે. આ કારણે આજે સવારથી જ કોઠારીયાના સાંઈબાબા સર્કલ પાસે મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્ર થઇ ચક્કાજામ કરીને વિરોધ કરી રહ્યાં છે. લોકોનું કહેવુ છે કે તેમને પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી અને દર ચોમાસે મનપા દ્વારા માત્ર આશ્વાસન જ મળી રહ્યું છે, આ વખતે એકવર્ષમાં લગભગ આ પાંચમીવાર ચક્કાજામ કરવામાં આવ્યુ છે.


 


ફરી ડ્રગ્સ પકડાયુ, પોલીસે મુંબઇના સપ્લાયર સહિત એકને દોઢ લાખના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપ્યો


રાજ્યમાં ફરીથી ડ્રગ્સ પકડવાને લઇને પોલીસને મોટી સફળતા મળી છે, દ્વારકા જિલ્લા પોલીસની ટીમે ખંભાળિયામાંથી એમડી ડ્રગ્સ સાથે જામનગરના શખ્સને દબોચી લીધો છે. આ શખ્સ પાસેથી લગભગ દોઢ લાખની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. દ્વારકા પોલીસની ટીમે બાતમીના આધારે ખંભાળિયામાંથી એમડી ડ્રગ્સ સાથે જામનગરના શખ્સને ઝડપી પાડ્યો છે, શખ્સ પાસેથી લાખોની કિંમતનો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો છે. મુંબઈના સપ્લાયરની આ મામલે અટકાયત કરવામાં આવી છે, અને તેને રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ઝડપાયેલા કરોડોના ડ્રગ્સ બાદ જિલ્લા એસ.ઓ.જી. પોલીસે ખંભાળિયા નજીકના દાતા ગામેથી જામનગરના એક કટલરીના વેપારીને 17.650 ગ્રામ એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડ્યો છે. આ પ્રકરણમાં મુંબઈના એક સપ્લાયરને પણ દબોચવામાં આવ્યો છે. આ મામલામાં પોલીસે 1,76,500 રૂપિયાની કિંમતનો 17.650 ગ્રામ એમ. ડી. ડ્રગ્સનો જથ્થો કબજે લઈ લીધો છે અને ખંભાળિયા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધાવામાં આવ્યો છે. જેમાં આગળની તપાસ એસ.ઓ.જી. વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહી છે.