રાજકોટઃ રાજકોટ(Rajkot)માં કોરોનાના સતત કેસો વધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) આજે 1.30 વાગે રાજકોટ પહોંચશે. રાજકોટ જિલ્લા કલેકટર, આરોગ્ય અધિકારીઓ અને સિવિલ હોસ્પિટલ(Civil hospital) ના અધિકારીઓ સાથે મીટીંગ કરશે. રાજકોટમાં દરરોજના 400 થી વધુ કેસ અને સતત વધતા મૃત્યુ આંકને લઈને અધિકારી પાસે પરિસ્થિતિનો તાગ મેળવશે. મોરબીની મુકલાત બાદ સી.એમ હોમ ટાઉન રાજકોટ આવશે.


જોકે, મુખ્યમંત્રીની મુલાકાત પહેલા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે (Rajkot chamber of Commerce) મુખ્યમંત્રીને અલ્ટીમેટમ આપ્યું છે કે, કર્ફ્યુથી કોરોના ઘટતો નથી, સરકાર નિર્ણય નહીં લે તો સ્વૈચ્છિક લોકડાઉન (Self Lockdown) કરીશું.  સાંજ સુધી ગ્રાહકો આવે નહીં, સાત વાગ્યે ચિક્કાર ભીડ થાય ચે. કર્ફ્યુનો સમય 10- 11નો કરો તેવી વેપારીઓની તીવ્ર માંગ છે. 


મોરબી જિલ્લામાં વધતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે વેપારીઓ જાગૃત થયા છે. મોરબી ચેમ્બર્સ ઓફ કોમર્સે શનિ અને રવિવારે બજારો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જિલ્લા ક્લેક્ટર સાથે ચેમ્બર્સ ઓફ કોમર્સની બેઠક મળી હતી જેમાં સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.


 


આ બેઠકમાં સિરામિક એસોસિએશન, સુગર એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન, કરીયાણા એસોસિએશન, મેડીકલ એસોસિએશન, પાન એસોસિએશન, કંદોઈ અને શાક માર્કેટ એસોસિએશન સહિતના તમામ એસોસિએશનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્ય છે કે, સોમથી શુક્રવાર બપોર બે વાગ્યા પછી ધંધા-રોજગાર સ્વૈચ્છિક બંધ રાખામાં આવશે. જ્યારે શનિ અને રવિવારે પણ બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.


 


નોંધનીય છે કે, રાજ્યમાં ગુરૂવારે છેલ્લા 24 કલાકમાં નવા રેકોર્ડ બ્રેક ચાર હજાર 21 પોઝિટીવ કેસ નોંધાયા છે. તો કોરોનાની સારવાર દરમિયાન 35 લોકોના મૃત્યુ નિપજ્યા છે. છેલ્લા આઠ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં 62 ટકાના વધારા સાથે 20 હજાર 473 પર પહોંચી ગયો છે. જેમાંથી 182 લોકો વેન્ટિલેટર પર અને 20291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.44  ટકા છે. હાલની સ્થિતિએ પ્રતિ કલાકે 167 નવા કેસ નોંધાય રહ્યાં છે. 35 દર્દીઓના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક પણ ચાર હજાર 655 પર પહોંચી ગયો છે. ગઈકાલે  2197 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 3,07346 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 


 


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


 


ગઈકાલે સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 8,  રાજકોટમાં-2, રાજકોટ કોર્પોરેશન-2, વડોદરા કોર્પોરેશ-2, અમદાવાદ, અમેરલી, ભરૂચ,ભાવનગર, જામનગર, મહેસાણા અને વડોદરામાં 1-1 દર્દીના મોત સાથે કુલ 35 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ મૃત્યુઆંક વધીને 4655 પર પહોંચી ગયો છે.


 


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


 


અમદાવાદ કોર્પોરેશનમાં 951,  સુરત કોર્પોરેશનમાં 723, રાજકોટ  કોર્પોરેશનમાં 427, વડોદરા કોર્પોરેશનમાં 379, સુરત 237, વડોદરા 111, જામનગર કોર્પોરેશન 104,  રાજકોટ 93, જામનગરમાં 99,  મહેસાણા-74, ભાવનગર કોર્પોરેશન-61, કચ્છ 41, ગાંધીનગર કોર્પોરેશન-39, જૂનાગઢ -39, ગાંધીનગર-38, જૂનાગઢન કોર્પોરેશન-38, મહિસાગર-38, મોરબી-37, ખેડા-29, પંચમહાલ-29, બનાસકાંઠા- 27, અમદાવાદ-26, ભરૂચ-26, દાહોદ-26, અમેરલી-24, ભાવનગર -23, સાબરકાંઠા-22, નર્મદા-21, આણંદ-20, વલસાડ-20, નવસારી-17, સુરેન્દ્રનગર-15, દેવભૂમિ દ્વારકા -11, ગીર સોમનાથ-11, ડાંગ-9 અને તાપીમાં 9 કેસ નોંધાયા હતાં. 


 


કેટલા લોકોએ લીધી રસી


 


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 74,04,864 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 9,27,926 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ-83.32.840 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.