પોલીસે ચોક્કસ બાતમીના આધારે રેડ પાડીને ઉપલેટા કોંગ્રેસના મોટા માથાને જુગાર રમતા પકડી પાડ્યા હતા. જેમાં ઉપલેટા કોંગ્રેસના પ્રમુખ કૃષ્ણકાંત ચોંટાઈ, નગરપાલિકાના સદસ્ય ભાયાભાઈ વસરા, નગરપાલિકાના ભૂતપૂર્વ વિપક્ષના નેતા નારણભાઇ ચંદ્રવાડિયા સહિત અન્ય છ થઈને નવ લોકોને ઝડપી લીધા હતા.
ઉપલેટા નગરપાલિકાના સભ્ય સહિત કોંગ્રેસ પ્રમુખ ઝડપાતા આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી 82 હજાર રોકડા અને કુલ 1,15,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉપલેટા પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.