રાજકોટઃ 2022ની ચૂંટણી પહેલા રાજકોટ ગ્રામ્યની સીટ પર ભાજપે ખેલ પાડ્યો છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસના અનેક આગેવાનો આજે ભાજપમાં જોડાયા છે. રાજકોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ સંજય ખુંટ અને લોધિકા તાલુકા કોંગ્રેસના પ્રમુખ મયુરસિંહ જાડેજાએ પણ ભાજપનો કેસ પહેર્યો છે. લોધિકા તાલુકા પંચાયતના ત્રણ સભ્યો સહિત 150 જેટલા કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા.
લોધિકા તાલુકા પંચાયતના સભ્યો હિતેશ ખૂંટ, બોદુ કેસરિયા,મિલન દાફડા ભાજપમાં પ્રવેશ કર્યો છે. લોધિકા તાલુકાના અલગ અલગ પાંચ ગ્રામ પંચાયતના સરપંચો પણ ભાજપમાં જોડાયા. સંજય ખુંટ અને મયુરસિંહ જાડેજા છેલ્લા દસ દિવસથી ભાજપમાં પ્રવેશ માટે તૈયારી કરી રહ્યા હતા. રાજકોટ લોધિકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા પણ ભાજપમાં જોડાયા છે. નરેન્દ્રસિંહ સહકારી ક્ષેત્રે મોટું નામ ધરાવે છે. સૌરાષ્ટ્ર ભાજપના પ્રભારી વિનોદ ચાવડા અને રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણીની હાજરીમાં ખેસ પહેર્યો.
રાજકોટ સહકારી આગેવાન બાબુ નસીતની જીભ લપસી. હેમુ ગઢવી હોલમાં આજે કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા. ત્યારે સ્ટેજ પર થી કહ્યું, આજે બધા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. બાબુ નસીતના આ નિવેદનથી સ્ટેજ પરથી સૌરાષ્ટ્ર પ્રભારી વિનોદ ચાવડા સહિતના આગેવાનોએ કહ્યું, કોંગ્રેસ નહિ ભાજપમાં જોડાયા. ભાજપ નેતાના આ નિવેદનથી સભા ગૃહમાં હાસ્ય ફેલાયું.
ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં મેઘરાજા મોડી રાતથી જ ધમાકેદાર બેંટીગ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં સૌથી વધુ વલસાડ શહેરમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો પારડીમાં પણ સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ વાપીમાં પણ દોઢ ઈંચ અને કપરાડા અને ધરમપુરમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો છે.
વલસાડ શહેરમાં 24 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વલસાડ શહેરના તિથલ રોડ, એમજી રોડ, હાલર રોડ, સિવિલ હોસ્પિટલ રોડ, સ્ટેશન રોડ, છીપવાડ તથા મોગરાવાડી વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. તો છીપવાડ દાણા બજારના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મધ્યરાત્રીથી પડી રહેલા વરસાદને લઈને હનુમાન મંદિર પાસે પાણી ભરાતા લોકોને આવવા જવામાં તકલીફ પડી હતી.