રાજકોટઃ એક તરફ કોરોના વાયરસ સતત વકરી રહ્યો છે. કેસની સંખ્યામાં મોટો ઉછાળો આવી રહ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલના કામના ભારણમાં પણ બહુ મોટો વધારો થયો છે. સિવિલ હોસ્પિટલ બહાર આજે ફરી એમ્બ્યુલન્સની લાંબી લાઈનો લાગી હતી. ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં આજની લાંબી કતારો જોવા મળી હતી. 108 તેમજ ખાનગી એમ્બ્યુલન્સ મળી ૨૦ કરતાં પણ વધુ એમ્બ્યુલન્સ લાઈનમાં હતી.


કોરોનાના કારણે અતિ ખરાબ પરિસ્થિતિમાં હોસ્પિટલ સુધી પહોંચેલા દર્દીઓને હોસ્પિટલ બહાર જ રાહ જોવાનો વારો આવ્યો હતો, તો 108 એમ્બ્યુલન્સના એક કર્મચારીએ કહ્યું હતું કે તે જે દર્દીને લાવ્યા છે તેમની તબિયત વધુ નાજુક છે અને તેઓ બે કલાક કરતાં પણ વધુ સમયથી લાઈનમાં ઊભા છે. આ રીતે વધુ ખરાબ પરિસ્થિતિના કારણે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો કેટલાક કિસ્સાઓમાં તો દર્દીઓને એમ્બ્યુલન્સમાં પોતાનો જીવ ગુમાવી દેતા હોય તેવું પણ સામે આવતું હોય છે.


એમ્બ્યુલન્સ ચાલકોનું કહેવું છે કે દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તેઓ ઝડપથી પહોંચતા હોય છે. જો કે શું હોસ્પિટલમાં વેઇટિંગના કારણે રાહ જોવી પડે છે ત્યારે એમ્બ્યુલન્સના લાંબી લાઈનો રાજકોટમાં કોરોનાની કથળતી પરિસ્થિતિનું ચિત્ર સ્પષ્ટ કરે છે.